સાત વિકેટ સાથે ડેબ્યુ કરનાર રૉબિન્સનને ઇંગ્લૅન્ડે કર્યો સસ્પેન્ડ

08 June, 2021 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઠેક વર્ષ પહેલાં ટીનેજરમાં સોશ્યલ મીડિયામાં નસ્લીય અને જાતિવાદી પોસ્ટ બદલ થઈ સજા, ઇંગ્લૅન્ડના વડા પ્રધાને બોર્ડને તેના નિર્ણય વિશે ફેરવિચાર કરવાની વિનંતી કરી ચર્ચા પ્રમાણે જ ઇંગ્લૅન્ડે લૉર્ડ્સ ટેસ્ટમાં શાનદાર ડેબ્યુ કરનાર ઓલી રૉબિન્સનને ઇન્ટરનૅશનલ ક્

ઓલી રૉબિન્સન

આઠેક વર્ષ પહેલાં ટીનેજરમાં સોશ્યલ મીડિયામાં નસ્લીય અને જાતિવાદી પોસ્ટ બદલ થઈ સજા, ઇંગ્લૅન્ડના વડા પ્રધાને બોર્ડને તેના નિર્ણય વિશે ફેરવિચાર કરવાની વિનંતી કરી ચર્ચા પ્રમાણે જ ઇંગ્લૅન્ડે લૉર્ડ્સ ટેસ્ટમાં શાનદાર ડેબ્યુ કરનાર ઓલી રૉબિન્સનને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરી દીધો હતો. રૉબિન્સન તેની આ પહેલી જ ટેસ્ટમાં કુલ ૭ વિકેટ અને ઉપયોગી ૪૨ રનની ઇનિંગ્સ રમ્યો હતો. જોકે તેને ડેબ્યુના પહેલા જ દિવસે સોશ્યલ મીડિયામાં તેણે ૨૦૧૨ અને ૨૦૧૩માં ટીનેજરમાં કરેલી નસ્લીય અને જાતિવાદી પોસ્ટ ફરી વાઇરલ થઈ હતી. રૉબિન્સને ટીમ મેમ્બરોની તેની આ આઠેક વર્ષ જૂની ભૂલ બદલ માફી પણ માગી હતી. જોકે ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડની નારાજગી દૂર નહોતી થઈ અને મૅચ પત્યા બાદ ઍક્શન લેતાં તેની સામેની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી તેને સસ્પેન્ડ કરી દીધો હતો.

રૉબિન્સન તરત જ ઇંગ્લૅન્ડની ટીમ છોડીને તેની કાઉન્ટી ટીમ સાથે જોડાઈ ગયો હતો. ઇંગ્લૅન્ડે તેને કાઉન્ટીમાં રમવાની છૂટ આપી છે. ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડની આ કાર્યવાહીનાં ઘણાએ વખાણ કર્યાં તો ઘણાએ ટીકા કરીને કહ્યું હતું કે ટીનેજરમાં કરેલી કોઈક ભૂલ બદલ અત્યારે અને એ પણ સસ્પેન્ડ કરી દેવા જેવી સજા વધુ પડતી લાગે છે. 

જોકે ઇંગ્લૅન્ડ ગવર્નમેન્ટના મિનિસ્ટર ઓલિવર ડાઉડનને પણ આ સજા વધુ પડતી લાગી હતી અને તેમણે ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડને તેમના નિર્ણય વિશે ફેરવિચાર કરવાની વિનંતી કરી હતી. વડા પ્રધાન બૉરિસ જૉન્સને પણ તેમના મિનિસ્ટર ડાઉડન સાથે સહમતી વ્યક્ત કરી હતી. 

સ્લો ઓવર-રેટ બદલ ઇંગ્લૅન્ડને દંડ
પહેલી ટેસ્ટમાં ટાર્ગેટ ચેઝ કરવાને બદલે ડ્રૉ માટે રમતી ઇંગ્લૅન્ડની ટીમની ભારે ટીકા થઈ હતી તો બીજી તરફ આ મૅચમાં સ્લો ઓવર-રેટ બદલ મૅચ-રેફરીએ તેમને ૪૦ ટકા મૅચ-ફીનો દંડ ફટકાર્યો હતો. રેફરીએ તેમને ઓવરદીઠ ૨૦ ટકા મૅચ-ફીનો દંડ કર્યો હતો. બધી ગણતરી બાદ બે ઓવર ધીમી જણાઈ હતી.

england cricket news sports news international cricket council