ન્યુઝીલૅન્ડ સામેની ટેસ્ટમાં આર્ચર બન્યો વંશભેદી ટિપ્પણીનો શિકાર

26 November, 2019 09:02 PM IST  |  Mumbai

ન્યુઝીલૅન્ડ સામેની ટેસ્ટમાં આર્ચર બન્યો વંશભેદી ટિપ્પણીનો શિકાર

જોફ્રા આર્ટર

ન્યુઝીલૅન્ડ સાથે રમાયેલી પહેલી ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડનો જોફ્રા આર્ચર વંશભેદી ટિપ્પણીનો શિકાર બન્યો હતો. આ અંગે ટ્વિટર પર જાણકારી આપતાં જોફ્રા આર્ચરે ટ્વીટ કર્યું હતું કે ‘હું જ્યારે મારી ટીમને હારથી બચાવવા માટે ફાઇટ કરી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ વંશીય દુર્વ્યવહાર કર્યો હતો. આ અઠવાડિયે એક વ્યક્તિને બાદ કરતાં ક્રાઉડ ખૂબ સારું હતું. બાર્મી આર્મીએ હંમેશની જેમ સારો વ્યવહાર કર્યો હતો.’

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

આર્ચરની ટ્વીટ બાદ ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ અસોસિએશને એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ‘અમે જોફ્રા આર્ચરની માફી માગીશું. આ વિશે તપાસ શરૂ કરવામાં આવી છે. મેદાન પર હાજર સુરક્ષા-કર્મચારીઓ એ વ્યક્તિની ઓળખ કરી શક્યા નથી. સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ ચેક કરવામાં આવી રહ્યાં છે. જરૂર પડશે તો પોલીસને પણ તપાસમાં સામેલ કરવામાં આવશે.’

cricket news england