બ્રાઇડલ બ્યુટી માટે જાણી લો આ કેટલીક કામ લાગે એવી ટિપ્સ

Published: Nov 26, 2019, 15:18 IST | RJ Mahek | Mumbai

B ફૉર બ્યુટી- લગ્નસરાની સીઝન પુરબહારમાં ખીલી છે, પણ સૌથી વધુ ટેન્શન દુલ્હનના ચહેરા પર દેખાય છે.

B ફૉર બ્યુટી
B ફૉર બ્યુટી

લગ્નસરાની સીઝન પુરબહારમાં ખીલી છે, પણ સૌથી વધુ ટેન્શન દુલ્હનના ચહેરા પર દેખાય છે. દરેક છોકરીનું સપનું હોય છે લગ્નના દિવસે તે સૌથી સુંદર દેખાય અને બધાનું ધ્યાન તેના પર જ હોય. મોંઘાં પાર્લર અને સ્પાના આંટાફેરા કર્યા વગર પણ આપ લગ્નના દિવસે સ્ટાર દેખાઈ શકો છો. આ કેટલીક ટિપ્સ જરૂરથી ફૉલો કરજો.

- લગ્નના એક મહિના પહેલાંથી જ તમારી સ્કિનકૅરને જરા ગંભીરતાથી લેવા મંડો, કારણ કે સુંદરતા એક રાતમાં નથી આવતી. નિયમિત પ્રયત્નો કરતા રહેવા. દિવસમાં બે વાર ફેસનું ક્લેન્ઝિંગ, ટોનિંગ અને મૉઇશ્ચરાઇઝિંગ કરતા રહેવું.

- વીકમાં બે માઇલ્ડ સ્ક્રબથી સ્ક્રબિંગ કરવું. ડેડ સ્કિનને જામવા ન દો તો પણ સ્કિન પર સરસ ગ્લો આવશે.

pooja

- હાથ અને પગની પણ જરૂરથી કૅર લેવી. ફાટેલી એડી પર કોઈ પણ પાયલ, મેંદી કે ફુટવેઅર સારાં નહીં લાગે એટલે રોજ રાત્રે સૂતાં પહેલાં ફુટક્રીમ લગાવવું અને નહાતી વખતે એડીને સાફ કરતા રહેવું.

- નખ રેગ્યુલર કાપતા રહેવું. લાંબા નખ ગમતા હોય તો એને શેપ આપવો.

- હેર ઑઇલિંગ, મસાજ અને હેરપૅક લગાવતા રહેવું જે બને ત્યાં સુધી નૅચરલ હોય.

- બને એટલી કેમિકલ ટ્રીટમેન્ટથી દૂર રહેવું.

- શૉપિંગ માટે બહાર નીકળો ત્યારે તડકાથી બચવા સનસ્ક્રીન જરૂરથી લગાવો.

- શૉપિંગ પછી જન્ક ફૂડ કે કોલ્ડ ડ્રિન્ક્સ ટાળી સૅલડ, ફ્રૂટ જૂસ કે હળવો નાસ્તો કરવો જેથી વેઇટ મૅનેજમેન્ટ થતું રહે.

- રાત્રે ૮ કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે નહીં તો ઉજાગરાથી આંખો નીચે કૂંડાળાં આવી જશે અને ફેસ ડલ દેખાશે.

- બનેએટલા પ્લાન્ડ અને ઑર્ગેનાઇઝ્ડ રહી તૈયારી કરશો તો તનાવ ઓછો થશે.

- લગ્નના થોડા દિવસો પહેલાં પાર્લરમાં મેકઅપનો ડેમો લઈ લો જેથી કંઈ બદલાવ હોય કે ઍલર્જી હોય કોઈ પ્રોડક્ટની તો આગળથી તમને જાણ રહે.

- લગ્નના ૩ દિવસ પહેલાં ફેશ્યલ, વૅક્સિંગ વગેરે કરાવી લો જેથી સ્કિન પર રૅશિસ કે દાણા નહીં દેખાય.

- કોઈ નવી પ્રોડક્ટ્સ કે અખતરા કરવાનું ટાળો. તમારી સ્કિનને સૂટ થાય એ મુજબની કૅર કરો. બહુ કેમિકલ ટ્રીટમેન્ટ ટાળો.

તો હવે ચિંતા છોડી રિલૅક્સ રહો અને લગ્નના દિવસ એ બધાના કૉમ્પ્લિમેન્ટ્સ રિસીવ કરવા તૈયાર થઈ જાઓ. ઑલ ધ બેસ્ટ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK