ઇંગ્લેન્ડની 143 રનથી આસાન જીત, આયર્લેન્ડ માત્ર 38 રનમાં જ ખખડ્યું

30 April, 2020 12:49 PM IST  |  London

ઇંગ્લેન્ડની 143 રનથી આસાન જીત, આયર્લેન્ડ માત્ર 38 રનમાં જ ખખડ્યું

આયર્લેન્ડને 143 રનથી ઇંગ્લેન્ડે હરાવ્યું

ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની એક માત્ર ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ભારે રોમાંચ બાદ ઇંગ્લેન્ડે 143 રનથી આયર્લેન્ડને હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે આપેલા 182 રનના લક્ષ્યાંક સામે આયર્લેન્ડની ટીમ માત્ર 38 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. જોકે મેચમાં આયર્લેન્ડ ટીમે શરૂઆત શાનદાર કરી હતી. વર્લ્ડ ચેમ્પિયન બન્યાના 10 દિવસ બાદ જ આયર્લેન્ડ ટીમે ઇંગ્લેન્ડને પહેલી ઇનીંગમાં માત્ર 85 રનમાં જ ઓલ આઉટ કરીને ચોકાવી દીધું હતું. મેચમાં ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે 6 અને સ્ટુઅર્ટ બ્રોડે 4 વિકેટ ઝડપી હતી.

આયર્લેન્ડના 9 બેટ્સમેનો સિંગલ ડિજિટમાં આઉટ થઇ ગયા

આયર્લેન્ડના 9 બેસ્ટમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. તેમાંથી 3 બેટ્સમેન શૂન્ય રને પેવેલિયન ભેગા થયા હતા. છેલ્લા 112 વર્ષમાં ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં સૌથી ઓછા રને ઓલઆઉટ થયા પછી મેચ જીતનાર ટીમ બની છે. પ્રથમ દાવમાં તે 85 રનમાં ઓલઆઉટ થયું હતું. આ પહેલા 1907માં ઇંગ્લેન્ડની જ ટીમ દક્ષિણ આફ્રિકા સામે 76 રનમાં ઓલઆઉટ થયા પછી મેચ જીત્યું હતું. 


ટેસ્ટ મેચમાં સૌથી ઓછા બોલમાં ઓલઆઉટ થનાર ટીમ:

75 : દક્ષિણ આફ્રિકા vs ઇંગ્લેન્ડ, એજબેસ્ટન 1924

94 : દક્ષિણ આફ્રિકા vs ઇંગ્લેન્ડ, પોર્ટ એલિઝાબેથ 1896

94 : ઇંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન 1902

94 : આયર્લેન્ડ vs ઇંગ્લેન્ડ, લોર્ડ્સ 2019

99 : ઓસ્ટ્રેલિયા vs ઇંગ્લેન્ડ, બ્રિસ્બેન 1936

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

પ્રથમ ઇનિંગ્સમાં સૌથી ઓછા સ્કોરમાં ઓલઆઉટ થયા પછી જીત:

45 : ઇંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા, સિડની 1886/87

63 : ઓસ્ટ્રેલિયા vs ઇંગ્લેન્ડ, ઓવલ 1882

75 : ઇંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન 1894/95

76 : ઇંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકા, લીડ્સ 1907

85 : ઇંગ્લેન્ડ vs આયર્લેન્ડ, લોર્ડ્સ 2019*

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

ટેસ્ટમાં સૌથી ઓછા સ્કોરમાં ઓલઆઉટ થનાર ટીમ:

26 : ન્યૂઝીલેન્ડ vs ઇંગ્લેન્ડ, ઓકલેન્ડ 1955

30 : દક્ષિણ આફ્રિકા vs ઇંગ્લેન્ડ, પોર્ટ એલિઝાબેથ 1896

30 : દક્ષિણ આફ્રિકા vs ઇંગ્લેન્ડ, એજબેસ્ટન 1924

35 : દક્ષિણ આફ્રિકા vs ઇંગ્લેન્ડ, કેપટાઉન 1899

36 : ઓસ્ટ્રેલિયા vs ઇંગ્લેન્ડ, એજબેસ્ટન 1902

36 : દક્ષિણ આફ્રિકા vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન 1932

38 : આયર્લેન્ડ vs ઇંગ્લેન્ડ, લોર્ડ્સ 2019*

cricket news sports news england ireland