IPL 2020: લૉકડાઉન છતાં આઇપીએલની તૈયારી કરી રહ્યો છે બેન સ્ટોક્સ

17 September, 2020 12:07 PM IST  |  London | Agencies

IPL 2020: લૉકડાઉન છતાં આઇપીએલની તૈયારી કરી રહ્યો છે બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ

દુનિયા લૉકડાઉન છે છતાં ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમનો ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ હાલમાં આઇપીએલની તૈયારી કરી રહ્યો છે. આ વાતની જાણ પણ તેણે પોતે જ કરી છે. કોરોનાને લીધે બીસીસીઆઇએ આઇપીએલ પર ૧૫ એપ્રિલ સુધી પ્રતિબંધ મૂક્યો છે. આ વિશે સ્ટોક્સે કહ્યું કે ‘આજના સમયમાં મારી આગામી કૉમ્પિટિટિવ ક્રિકેટ આઇપીએલ હશે. મને લાગે છે કે મારે નેક્સ્ટ ક્રિકેટ આઇપીએલમાં રમવાની છે, પણ સાથે એ હું પણ જાણું છું કે કદાચ એ ન પણ રમાય. મારે મારી જાતને ફિઝિકલી ફિટ રાખવી છે, કેમ કે જો આઇપીએલ રમાય તો હું એ માટે તૈયાર રહું. હું ત્રણ અઠવાડિયાંનો આરામ કરીને ૨૦ એપ્રિલે આઇપીએલની મૅચ રમાય તો ફિટ ન રહી શકું. મારા ખ્યાલથી એ રમાશે અને જો એ રમાય તો હું પાછળ રહેવા નથી માગતો.’

england ben stokes cricket news sports news ipl 2020