મહારાષ્ટ્ર પ્રીમિયર લીગના રોબો-ડૉગને નામ મળ્યું ગૂગલી

24 June, 2025 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આખી સીઝન દરમ્યાન સોશ્યલ મીડિયા પર ક્રિકેટ-ફૅન્સ પાસે આ રોબો-ડૉગનાં અનોખા નામ મગાવવામાં આવ્યાં હતાં.

રોબો-ડૉગને ગૂગલી નામ આપવાની જાહેરાત

રવિવારે મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ (MPL)ની પાંચમી સીઝનની ફાઇનલમાં રાયગડ રૉયલ્સને છ વિકેટે હરાવીને ઈગલ નાશિક ટાઇટન્સે પહેલી વાર ટાઇટલ જીત્યું હતું. ટ્રેન્ડને ફૉલો કરતાં આ લીગમાં પણ અલગ ડિઝાઇનવાળા રોબો-ડૉગને મનોરંજન માટે રાખવામાં આવ્યો હતો. 

આખી સીઝન દરમ્યાન સોશ્યલ મીડિયા પર ક્રિકેટ-ફૅન્સ પાસે આ રોબો-ડૉગનાં અનોખા નામ મગાવવામાં આવ્યાં હતાં. સીઝનના અંતે આ રોબો-ડૉગને ગૂગલી નામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

nashik maharashtra t20 test cricket cricket news indian cricket team sports news sports social media