ડ્વેઇન બ્રાવોએ આઇપીએલમાંથી લીધી નિવૃત્તિ

03 December, 2022 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્યો ચેન્નઈની ટીમનો બોલિંગ કોચ

ડ્વેઇન બ્રાવોએ આઇપીએલમાંથી લીધી નિવૃત્તિ

ફાસ્ટ બોલર ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવોએ આઇપીએલમાં એક ખેલાડી તરીકે નિવૃત્તિ લઈ લીધી છે. જોકે તે ચાર વખત આઇપીએલ ચૅમ્પિયન બનનાર ચેન્નઈ સુપર કિંગ્સ સાથે બોલિંગ કોચ તરીકે સંકળાયેલો રહેશે. તે ચેન્નઈ તરફથી ૨૦૧૧થી ૨૦૧૫ અને ૨૦૧૮થી ૨૦૨૨ સુધી સંકળાયેલો હતો. બ્રાવોએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘મારી નવી સફરની હું આતરુતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. મારા રમવાના દિવસો હવે પૂરા થયા. મને બોલર સાથે કામ કરવાની મજા આવે છે. કોચ તરીકે કામ કરવામાં મને બહુ મુશ્કેલી નહીં નડે, કારણ કે હું રમતો હતો ત્યારે પણ હંમેશાં બોલર સાથે વાત કરતો અને બૅટ કરતાં આગળ કઈ રીતે રહેવું એની યોજના ઘડતો રહેતો. હવે ફરક માત્ર એટલો છે કે હું મિડ ઑન કે મિડ ઑફમાં નહીં હોઉં. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનીશ.’
બ્રાવોએ આઇપીએલની ૧૬૧ મૅચમાં ૧૮૩ વિકેટ લીધી હતી. તેણે ૧૫૬૦ રન પણ બનાવ્યા છે. તે પર્પલ કૅપ જીતનાર પ્રથમ ખેલાડી હતો. 

cricket news sports news sports ipl 2022 indian cricket team chennai super kings