ટેક્નિકલ સ્ટ્રેન્થને કારણે તેન્ડુલકરને આઉટ કરવો સૌથી અઘરો હતો : ક્લાર્ક

11 April, 2020 01:01 PM IST  |  Mumbai Desk

ટેક્નિકલ સ્ટ્રેન્થને કારણે તેન્ડુલકરને આઉટ કરવો સૌથી અઘરો હતો : ક્લાર્ક

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કનું કહેવું છે કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરને આઉટ કરવો સૌથી અઘરો હતો, કારણ કે તે ટેક્નિકલી ઘણો મજબૂત હતો. આ વિશે વધારે વાત કરતાં કલાર્કે કહ્યું કે ‘તેન્ડુલકર જેવો ટેક્નિકલી બેસ્ટ બૅટ્સમૅન મેં આજ સુધી નથી જોયો. તેને આઉટ કરવાનું સૌથી અઘરું હતું. મારા ખ્યાલથી તેન્ડુલકરમાં કોઈ પણ પ્રકારની ટેક્નિકલ ખામી નહોતી અને માટે તમે એ જ આશા રાખી શકો કે તે રમવામાં કોઈ ભૂલ કરે. વન-ડે અને ટી૨૦માં તેના રેકૉર્ડ જબરદસ્ત છે. ટેસ્ટ મૅચમાં પણ કઈ રીતે આગળ પડતું યોગદાન આપવું એ તેની પાસેથી શીખી શકાય. વિરાટ કોહલી અને સચિન તેન્ડુલકરમાં એક સામ્ય એ જ છે કે બન્નેને મોટો સ્કોર કરવાનું ગમે છે.’

sports sports news cricket news sachin tendulkar michael clarke