ભારતની જી. એસ. લક્ષ્મીએ રચ્યો ઇતિહાસ ICCની પહેલી મહિલા મૅચ-રેફરી બની

15 May, 2019 12:40 PM IST  |  દુબઈ

ભારતની જી. એસ. લક્ષ્મીએ રચ્યો ઇતિહાસ ICCની પહેલી મહિલા મૅચ-રેફરી બની

જી. એસ. લક્ષ્મી

ભારતની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર જી. એસ. લક્ષ્મી ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલની મૅચ-રેફરીની ઇન્ટરનૅશનલ પૅનલમાં સામેલ થનાર પહેલી મહિલા બની છે. ૫૧ વર્ષની લક્ષ્મીએ સૌપ્રથમ ૨૦૦૮-’૦૯ની સીઝનમાં ડોમેસ્ટિક વિમેન્સ ક્રિકેટમાં મૅચ-રેફરી તરીકે સર્વિસ આપી હતી અને ત્રણ વન-ડે અને એટલી જ ટી૨૦માં મૅચ-રેફરી તરીકે ભૂમિકા ભજવી ચૂકી છે.

આ પણ વાંચો : ગુજરાતી ક્રિકેટર બુમરાહ અને પુજારાને મળ્યું આ સન્માન

આ બહુમાન બદલ લક્ષ્મીએ જણાવ્યું હતું કે ‘આઇસીસીની ઇન્ટરનૅશનલ પૅનલમાં પસંદગી મારા માટે ગર્વ સમાન છે. ભારતમાં એક ક્રિકેટર અને મૅચ-રેફરી તરીકે મારું કરીઅર લાંબું અને શાનદાર રહ્યું છે અને મને આશા છે કે એક ખિલાડી અને મૅચ-અધિકારી તરીકેનો અનુભવ ઇન્ટરનૅશનલ લેવલે સારો કામ આવશે.’

cricket news sports news international cricket council