ગુજરાતી ક્રિકેટર બુમરાહ અને પુજારાને મળ્યું આ સન્માન

Published: May 15, 2019, 12:26 IST | મુંબઈ

સોમવારે રાતે યોજાયેલા સીએટ ક્રિકેટ અવૉર્ડ્સમાં રોહિત શર્મા વન-ડે તથા ચેતેશ્વર પુજારા ટેસ્ટ પ્લેયર ઑફ ધ યર તથા બુમરાહ બોલર ઑફ ધ યર જાહેર થયા

રોહિત અને બુમરાહ
રોહિત અને બુમરાહ

સોમવારે રાતે યોજાયેલા સીએટ ઇન્ટરનૅશનલ ક્રિકેટ અવૉર્ડ્સ-૨૦૧૯માં ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી ઇન્ટરનૅશનલ ક્રિકેટર ઑફ ધ યર અને બૅટ્સમૅન ઑફ ધ યર એમ બે-બે અવૉર્ડ જીતીને છવાઈ ગયો હતો. ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાના વુમન ક્રિકેટ ઑફ ધ યર તથા રોહિત શર્મા વન-ડે તથા ચેતેશ્વર પુજારા ટેસ્ટ ક્રિકેટ ઑફ ધ યર જાહેર થયાં હતાં. જસપ્રીત બુમરાહ બોલર ઑફ ધ યર, ઍરોન ફિન્ચ ટી૨૦ પ્લેયર ઑફ ધ યર તેમ જ અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ટી૨૦ બોલર ઑફ ધ યર બન્યા હતા. સમારંભમાં ૧૯૮૩ની વર્લ્ડ કપ વિજેતા ટીમના મેમ્બર મોહિન્દર અમરનાથને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અમરનાથે તેને ઇનામમાં મળેલી રકમ આર્મી વેલ્ફેર ફન્ડમાં ડોનેટ કરવાની જાહેરાત કરી હતી.

અવૉર્ડ્સ લિસ્ટ

ઇન્ટરનૅશનલ ક્રિકેટર ઑફ ધ યર વિરાટ કોહલી

બૅટ્સમૅન ઑફ ધ યર વિરાટ કોહલી

વુમન ક્રિકેટ ઑફ ધ યર સ્મૃતિ મંધાના

વન-ડે ક્રિકેટર ઑફ ધ યર રોહિત શર્મા

ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર ચેતેશ્વર પુજારા

બોલર ઑફ ધ યર જસપ્રીત બુમરાહ

આઉટસ્ટૅન્ટિંગ પફોર્ર્મન્સ ઑફ ધ યર કુલદીપ યાદવ

ઇન્ટરનૅશનલ ટી૨૦ પ્લેયર ઑફ ધ યર ઍરોન ફિન્ચ

ઇન્ટરનૅશનલ ટી૨૦ બોલર ઑફ ધ યર રાશિદ ખાન

જુનિયર ક્રિકેટર ઑફ ધ યર યશસ્વી જયસ્વાલ

આ પણ વાંચો : 

World cup 2019: દ.આફ્રિકા જેવી ટીમના ખેલાડીઓ દરેક વર્લ્ડ કપમાં રોયા છે

ડોમેસ્ટિક ક્રિકેટર ઑફ ધ યર આશુતોષ અમન

લાઇફટાઇમ અચીવમેન્ટ ઑફ ધ યર મોહિન્દર અમરનાથ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK