08 July, 2025 09:23 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કોહલીનો ભત્રીજો અને સેહવાગનો દીકરો
દિલ્હી પ્રીમિયર લીગ (DPL)ની બીજી સીઝન માટે હાલમાં બે દિવસ ઑક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૫૨૦ પ્લેયર્સની યાદીમાં ફાસ્ટ બોલર સિમરજીત સિંહ (૩૯ લાખ), લેગ-સ્પિનર દિગ્વેશ રાઠી (૩૮ લાખ) અને સ્ટાર બૅટર નીતીશ રાણા (૩૪ લાખ) સૌથી મોંઘા પ્લેયર્સની યાદીમાં ટૉપ પર રહ્યા હતા. રિષભ પંત, હર્ષિત રાણા અને પ્રિયાંશ આર્ય જેવા સ્ટાર પ્લેયર્સને ટીમોએ રીટેન પણ કર્યા છે.
વીરેન્દર સેહવાગ આ લીગનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે. તેના મોટા દીકરા આર્યવીર સેહવાગને બૅટ્સમૅન તરીકે સેન્ટ્રલ દિલ્હી કિંગ્સે એક લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, જ્યારે નાનો દીકરો વેદાંત સેહવાગ અનસોલ્ડ રહ્યો હતો. વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસના દીકરા આર્યવીર કોહલીને લેગ-સ્પિનર તરીકે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે એક લાખ રૂપિયામાં ખરીદ્યો છે. ભારતીય ક્રિકેટર્સ સાથે સંબંધ ધરાવતા આ બન્ને આર્યવીરની રમત પર ટુર્નામેન્ટ દરમ્યાન સૌની નજર રહેશે.