ઑલ આયરલૅન્ડ વિમેન્સ ટી૨૦ કપની મૅચમાં ડૉગી બન્યો ફીલ્ડર

13 September, 2021 08:17 AM IST  |  Mumbai | Agency

આ મૅચની ચર્ચા આયરલૅન્ડ ઉપરાંત ક્યાંય પણ ન થઈ હોત, જો આ મૅચમાં એક ડૉગી બૉલને મોઢામાં લઈને ભાગ્યો ન હોત. મૅચની નવમી ઓવરમાં બૅટ્સવુમને પૉઇન્ટ અને થર્ડ મેન વચ્ચે કટ શૉટ ફટકાર્યો હતો,

ઑલ આયરલૅન્ડ વિમેન્સ ટી૨૦ કપની મૅચમાં ડૉગી બન્યો ફીલ્ડર

શનિવારે ઑલ આયરલૅન્ડ વિમેન્સ ટી૨૦ કપની સેમી ફાઇનલ મૅચ બ્રિડી અને સીએસએનઆઇ વચ્ચે રમાઈ હતી. આ મૅચની ચર્ચા આયરલૅન્ડ ઉપરાંત ક્યાંય પણ ન થઈ હોત, જો આ મૅચમાં એક ડૉગી બૉલને મોઢામાં લઈને ભાગ્યો ન હોત. મૅચની નવમી ઓવરમાં બૅટ્સવુમને પૉઇન્ટ અને થર્ડ મેન વચ્ચે કટ શૉટ ફટકાર્યો હતો, જેને ફીલ્ડરે વિકેટકીપર પાસે નાખ્યો હતો, પણ ત્યારે એક કૂતરો ત્યાં દોડી ગયો હતો. જોકે એ વખતે તો એને બૉલ ન મળ્યો, પરંતુ પછી વિકેટકીપરે કરેલા થ્રોને કારણે એને બૉલ મળ્યો. ફીલ્ડરો બૉલ માટે કૂતરાની પાછળ દોડ્યા હતા, પરંતુ એ આમતેમ દોડતો રહ્યો હતો. ખેલાડીએ કૂતરાને પકડ્યો, પણ એટલામાં એનો માલિક આવી ગયો, જેણે કૂતરાના મોઢામાંથી બૉલ કાઢીને ખેલાડીઓને આપી દીધો હતો. 

cricket news sports news sports