ધોની બનવાનો પ્રયાસ ન કર, બસ પોતાનું બેસ્ટ આપ : ગિલક્રિસ્ટની પંતને સલાહ

06 November, 2019 12:35 PM IST  |  Mumbai

ધોની બનવાનો પ્રયાસ ન કર, બસ પોતાનું બેસ્ટ આપ : ગિલક્રિસ્ટની પંતને સલાહ

રિષભ પંત અને એડમ ગિલક્રિસ્ટ

(આઇ.એ.એન.એસ.) ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર ઍડમ ગિલ્ક્રિસ્ટે હાલમાં જ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભાવિ વિકેટકીપર રિષભ પંતને સલાહ આપી છે. વર્લ્ડ કપ ૨૦૧૯ જ્યારથી પૂરો થયો છે ત્યારથી લઈને અનેક વાર ઇન્ડિયન વિકેટકીપર રિષભ પંતને ક્ર્કિેટપ્રેમીઓએ આડે હાથ લીધો છે. હાલમાં પણ બંગલા દેશ સામેની પહેલી ટી૨૦ મૅચમાં ખોટા નિર્ણયને લઈને તેને સોશ્યલ મીડિયામાં ટ્રૉલ કરવામાં આવ્યો હતો. પંતને મહેન્દ્ર સિંહ ધોનીના પર્યાય તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. પંતના પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખી ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ઍડમ ગિલ્ક્રિસ્ટે કહ્યું છે કે ‘હું બન્ને (ધોની અને પંત)ની સરખામણી નથી કરતો અને મારા ખ્યાલથી ભારતીય ચાહકોએ પણ ન કરવી જોઈએ.

રિષભ પંત ટેલેન્ટેડ યુવા ખેલાડી છે : ગિલક્રિસ્ટ
ધોનીનો બેન્ચમાર્ક ઘણો ઊંચો છે. એક દિવસ તેના આ બેન્ચમાર્કને કોઈ જરૂરથી આંબશે, પણ એ આટલા જલદી શક્ય નથી. રિષભ એક ટેલન્ટેડ યુવા પ્લેયર છે. તેના પર આટલા જલદી વધારે પ્રેશર ન નાખવું જોઈએ. તેની પાસેથી હાલમાં એ આશા પણ ન રાખવી જોઈએ કે તે જલદી ધોનીની જેમ પર્ફોર્મન્સ આપતો થઈ જાય. મારી પંતને એક જ સલાહ છે કે ધોની પાસેથી જે પણ શીખવા મળે એ શીખ, પણ ધોની જેવા બનવાનો પ્રયાસ ન કર. જેટલું શક્ય હોય એટલું બેસ્ટ રિષભ પંત બનવાનો પ્રયાસ કર.’

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

ધોની ક્યારે નિવૃતી લેશે તે કોઇને ખ્યાલ નથી
મહેન્દ્ર સિંહ ધોની ક્યારે રિટાયરમેન્ટ લેવાનો છે એ નક્કી નથી, પણ તેની અનુપસ્થિતિમાં ટીમ ઇન્ડિયા પંતને ધોનીની માફક તૈયાર કરવા મહેનત કરી રહી છે. પંતને સલાહ આપવા ઉપરાંત એડમ ગિલક્રિસ્ટ ક્રિકેટની સૌથી લાંબી ફૉર્મેટ ટેસ્ટ મૅચ અને ભારત-બંગલા દેશ વચ્ચે થનારી ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ મૅચનાં વખાણ કર્યાં હતાં.

cricket news Rishabh Pant team india mahendra singh dhoni ms dhoni