આ ભારતીય ખેલાડીની કરિયર પર લાગ્યું ગ્રહણ, હવે ક્યારેય નહીં મળે મોકો

22 July, 2019 11:43 AM IST  |  મુંબઈ

આ ભારતીય ખેલાડીની કરિયર પર લાગ્યું ગ્રહણ, હવે ક્યારેય નહીં મળે મોકો

આ ભારતીય ખેલાડીની કરિયર પર લાગ્યું ગ્રહણ

રવિવારે વેસ્ટ ઈંડિઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનું સિલેક્શન થઈ ગયું છે. ત્રણેય ફોર્મેટ માટે 15 સભ્યોની ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ટી20, વન ડે અને ટેસ્ટ સીરિઝ માટે વિકેટકીપર તરીકે રિષભ પંતની પસંદગી કરવામાં આવી છે. સાથે જ એક અનુભવી વિકેટકીપર અને બેટ્સમેનના ઈન્ટરનેશનલ ક્રિકેટના કરિયર પર ગ્રહણ લાગી ગયું છે.

મુંબઈ સ્થિત BCCIના હેડક્વાર્ટરમાં કેપ્ટન કોહલી અને સિલેક્ટર્સ વચ્ચે બેઠક થઈ જે બાદ વેસ્ટઈંડીઝ પ્રવાસ માટે દિનેશ કાર્તિકને કોઈ પણ ફોર્મેટમાં જગ્યા નથી મળી. એવામાં સાફ છે કે દિનેશ કાર્તિક હવે કોઈ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નજર નહીં આવે. જેની પાછળ એક નહીં ઘણા કારણ છે. સૌથી મોટું કારણ છે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમનું પર્ફોર્મન્સ. આ સિવાય દિનેશ કાર્તિકની ઉંમર પણ એક મોટું ફેક્ટર છે. જેને અવગણી શકાય તેમ નથી.

દિનેશ કાર્તિકનું હાલનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. જ્યારે યુવાન રિષભ પંતે તેને જ્યારે પણ મોકો મળ્યો ત્યારે સારું પ્રદર્શન કર્યું છે. દિનેશ કાર્તિકનું કરિઅર ખતમ થવાનું હોવાનો અંદાજો વર્લ્ડ કપમાં તેના ખરાબ પ્રદર્શન બાદ જ આવી ગયો હતો. જો કે, રવિવારે જ્યારે વેસ્ટઈંડિઝના પ્રવાસ માટે ટીમ પસંદ કરવામાં આવી ત્યારે રિષભ પંતની પસંદગીથી દિનેશ કાર્તિકના કરિયર પર બ્રેક નક્કી છે.

વર્ષે 2004માં ડેબ્યૂ કરનારા કાર્તિક ક્યારેય ટીમમાં પોતાની જગ્યા પાકી નથી કરી શક્યા. ઘરેલૂ સ્તર પર સારું પ્રદર્શન કર્યા બાદ તેઓ દરેક વખતે આંતરરાષ્ટ્રીય મંચ પર ફેઈલ થયા. કેટલાક મેચો દિનેશ કાર્તિકે જીતાડ્યા જરૂર છે,પરંતુ તે તેની કરિયર ન બનાવી શકે. કારણ કે તેના માટે સતત પર્ફોર્મસ કરવું જરૂરી છે.

આ પણ જુઓઃ કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી છે સંજય અને માન્યતાની લવ સ્ટોરી

દિનેશ કાર્તિકે 94 વન ડે મેચમાં માત્ર 9 અડધી સદી મારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દિનેશ કાર્તિકનું સદીનું ખાનું હજી ખાલી જ છે.અને આ જ કારણ છે કે વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસમાં રિષભ પંતને પસંદ કરવામાં આવ્યા છે. જો કે, ટેસ્ટમાં અનુભવી વિકેટકીપર રિદ્ધિમાન સાહા પણ છે, જેમને ઈજા બાદ પાછું આવવાનો મોકો મળ્યો છે.