કાર્તિકે BCCI પાસે માંગી બિનશરતી માફી, કહ્યું હવેથી આવું નહીં થાય

08 September, 2019 03:54 PM IST  |  મુંબઈ

કાર્તિકે BCCI પાસે માંગી બિનશરતી માફી, કહ્યું હવેથી આવું નહીં થાય

કાર્તિકે BCCI પાસે માંગી બિનશરતી માફી


ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે મંજૂરી લીધા વિના વિદેશી લીગમાં જવાબ બદલ બીસીસીઆઈ પાસેથી માફી માંગી લીધી છે. કાર્તિકે બીસીસીઆઈ પાસેથી શરત વગર માફી માંગીને પોતાના આ પગલા માટે અફસોસ વ્યક્ત કર્યો છે.

ટીમ ઈન્ડિયાના વિકેટકિપર કાર્તિક કેટલાક દિવસો પહેલા કેરેબિયન પ્રીમિયર લીગમાં ત્રિનબાગો નાઈટ રાઈડર્સના ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સાથે સમય પસાર કરતા જોવા મળ્યા હતા. કાર્તિકની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

તમને જણાવી દઈએ કે કાર્તિક આઈપીએલમાં અભિનેતા શાહરૂખ ખાનની માલિકીની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન છે. ત્રિનબાગો નાઈટ રાઈડર્સ પણ શાહરૂખ ખાનની ટીમ છે જે સીપીએલમાં રમે છે.

કોઈ પણ ભારતીય ખેલાડીએ વિદેશી ટી20 લીગમાં જતા પહેલા બીસીસીઆઈ પાસેથી આ વાતની મંજૂરી લેવી પડે છે. કાર્તિક મંજૂરી લીધા વગર જ લીગમાં પહોંચ્યા હતા. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓ માટે આ નિયમનું ઉલ્લંઘન છે.

આ પણ જુઓઃ ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

બીસીસીઆઈએ આ મામલે કાર્તિકને નોટિસ આપી હતી. જેના જવાબમાં કાર્તિકે કહ્યું કે, હું ત્યાં ટીમના કોચ બ્રેંડન મૈકુલમના અનુરોધ પર ગયો હતો. અને હું અનુમતિ વગર આ યાત્રા કરવા માટે શરત વગર માફી માંગું છું. સાથે તેણએ એમ પણ કહ્યું કે તેણે ટીમની કોઈ ગતિવિધિમાં ભાગ નથી લીધો, કે નથી ટીમ માટે કોઈ ભૂમિકા નિભાવી. કાર્તિકે એવો પણ વિશ્વાસ અપાવ્યો કે તે ભવિષ્યમાં આવું નહીં કરે.

dinesh karthik sports news