વિજય હજારે ટ્રોફી દિનેશ કાર્તિકને તમિલનાડુ ટીમનું સુકાની પદ સોપ્યું

27 August, 2019 11:52 AM IST  |  Mumbai

વિજય હજારે ટ્રોફી દિનેશ કાર્તિકને તમિલનાડુ ટીમનું સુકાની પદ સોપ્યું

Mumbai : ભારતીય ક્રિકેટ જગતમાં સ્થાનીક ક્રિકેટ સિઝનની શરૂઆત થઇ ગઇ છે. અત્યારે દુલીપ ટ્રોફી ટુર્નામેન્ટ ચાલી રહી છે. ત્યાર બાદ વિજય હજારે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થશે. જેને પગલે તમિલનાડુ ક્રિકેટ એસોશિએશની સીનિયર પસંદગી સમિતિએ વિજય હજારે ટ્રોફી માટે પોતાની ટીમ જાહેર કરી છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય દીનેશ કાર્તિકને તમિલનાડુ ટીમની કમાન સોપી છે. વિજય હજારે ટ્રોફીની શરૂઆત જયપુરમાં 24 સપ્ટેમ્બર થી 16 ઓક્ટોબર દરમ્યાન રમાશે.

દિનેશ કાર્તિકનો અનુભવ તમિલનાડુ ટીમને ઉપયોગી થશે
તમિલનાડુ ક્રિકેટ એસોશિએશનનામુખ્ય પસંદગીકાર એમ સેંતિલનાથને કહ્યું કે, દિનેશકાર્તિકને તેનો અનુભવ અને ખેલાડીઓને પ્રેરિત કરવાની ક્ષમતાને કારણે ટીમનો સુકાની પસંદ કરવામાં આવ્યો છે. કારણ કે તે આઈપીએલમાં કેકેઆર સહિત વિભિન્ન ટીમોનું નેતૃત્વ કરી ચુક્યો છે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

વર્લ્ડ કપ બાદ દીનેશ કાર્તિક ટીમથી બહાર ચાલી રહ્યો છે
મહત્વનું છે કે દિનેશ કાર્તિક ઈંગ્લેન્ડમાં રમાયેલા વિશ્વ કપ માટે ભારતીય ટીમનો સભ્ય હતો. હાલમાં તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર ચાલી રહ્યો છે. સિલેક્ટરોએ તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝમાં ટીમમાંથી બહાર રાખ્યો હતો.

cricket news sports news dinesh karthik vijay hazare trophy tamil nadu