09 June, 2021 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍન્રિક નૉર્કિયા
સાઉથ આફ્રિકન પેસ બોલર ઍન્રિક નૉર્કિયાએ તાજેતરમાં મહેન્દ્ર સિંહ ધોની સાથેનો તેનો પ્રથમ અનુભવ જણાવ્યો હતો. નૉર્કિયા આજકાલ આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સ ટીમમાં ધૂમ મચાવી રહ્યો છે અને પણ એ પહેલાં ચેન્નઈ ટીમમાં હતો. તેણે ચેન્નઈ ટીમના કૅપ્ટન ધોની સાથેના પ્રથમ અનુભવ વિશે જણાવ્યું હતું કે ત્યારે મારી ઉંમર નાની હતી અને એટલી સમજણ નહોતી એટલે કોઈથી એટલો ડરતો નહોતો. ઉંમર નાની હોવાથી એ સમયે આજ જેટલા સ્પીડમાં બૉલ પણ નહોતો ફેંકી શકતો. મને યાદ છે કે હું પહેલી વાર નેટ્સમાં ધોની સામે બોલિંગ કરી રહ્યો હતો. તેમને જોઈને એવું જરાય નહોતું લાગી રહ્યું કે તેઓ ઈમાનદારીથી બૅટિંગ કરી રહ્યા છે. તેમણે ઊભાં-ઊભાં અમુક શૉટ માર્યા. ખોટું નહીં બોલું, પણ ત્યારે મને એમ જ લાગ્યું હતું કે ધોનીને બૅટિંગ કરતાં નથી આવડતું. પણ નેટ્સ બાદ તેઓ એક ઉમદા માણસ જણાયા હતા. તેઓ દરેક સાથે ખૂબ સહજતાથી વાત કરતા હતા અને પોતે કોઈ મોટા ખેલાડી છે એવું તેમના વર્તનમાં ક્યારેય નહોતું જણાતું.’