ધોનીને દાઢી વગરનો જોવા ઇચ્છે છે તેના ફૅન્સ

22 May, 2020 08:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધોનીને દાઢી વગરનો જોવા ઇચ્છે છે તેના ફૅન્સ

મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં પોતાનો એક ગ્રે દાઢીવાળો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો જેને લીધે તેના ચાહકોને લાગવા માંડ્યું કે હવે તે ઘરડો થઈ રહ્યો છે, પણ ઘણા ચાહકો ઇચ્છે છે કે તે પોતાની આ દાઢી કાઢીને મેદાનમાં પોતાના જૂના ફૉર્મમાં પાછો ફરે. વર્લ્ડ કપ સેમી ફાઇનલ બાદ ધોની ક્રિકેટના મેદાનમાં રમતો જોવા ન મળી રહ્યો હોવાને લીધે ચાહકોમાં ચિંતાનું વાતાવરણ છે. ધોનીના આ ફોટો પર તેની માતાએ કહ્યું કે ‘હા, મેં તેનો આ અવતાર જોયો, પણ તે એટલો ઘરડો નથી થયો જેટલો દેખાઈ રહ્યો છે. કોઈ બાળક એની મા માટે ઘરડો ન થાય.’

sports sports news cricket news ms dhoni mahendra singh dhoni