ધોની રિઝલ્ટ સાથે ઇમોશનલી અલગ રહી શકે છે : લક્ષ્મણ

20 August, 2020 11:41 AM IST  |  Mumbai | Agencies

ધોની રિઝલ્ટ સાથે ઇમોશનલી અલગ રહી શકે છે : લક્ષ્મણ

લક્ષ્મન

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર વીવીએસ લક્ષ્મણે તાજેતરમાં મહેન્દ્ર સિંહ ધોનીને ટ્રિબ્યુટ આપી હતી. ધોની વિશે વાત કરતાં લક્ષ્મણે કહ્યું કે ‘ક્રિકેટપ્રેમીઓ દ્વારા તમારા ક્રિકેટના અચિવમેન્ટને લીધે તમને પ્રેમ મળે છે, પણ તમે પોતાની જાતને કેવી રીતે આગળ લઈ જાઓ છો અને કેવી રીતે જાળવો છો એના આધારે તમને લોકો તરફથી રિસ્પેક્ટ મળે છે. મને લાગે છે કે ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન બનવું સૌથી અઘરું કામ છે, કારણ કે વિશ્વભરના લોકોની તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. ધોની એક એવો પ્લેયર છે જે મૅચના પરિણામથી પોતાને અલગ રાખી શકે છે. તેની આ વાત લાખો ભારતીયોને પ્રેરિત કરે છે અને તમે પોતાના દેશના બ્રૅન્ડ ઍમ્બૅસૅડર કેવી રીતે બની શકો છો એ પણ બતાવે છે. ધોનીએ ઘણું રિસ્પેક્ટ મેળવ્યું છે.’
ઉલ્લેખનીય છે કે ૧૫ ઑગસ્ટે મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી.

mahendra singh dhoni vvs laxman ms dhoni sports sports news cricket news