આમ્રપાલી ગ્રુપ મામલે ધોની પહોંચ્યો સુપ્રીમ કોર્ટ,કહ્યું ન ફી મળી, ન ઘર

27 April, 2019 04:29 PM IST  | 

આમ્રપાલી ગ્રુપ મામલે ધોની પહોંચ્યો સુપ્રીમ કોર્ટ,કહ્યું ન ફી મળી, ન ઘર

ફાઈલ ફોટો

ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની આમ્રપાલી પ્રોજેક્ટ મામલે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. ધોનીએ તેમની અરજીમાં કોર્ટને કહ્યું હતું કે, આમ્રપાલી પ્રોજેક્ટમાં તેમને પેન્ટ હાઉસ અપાવવામાં આવે આ સાથે જ અન્ય ઘર ખરીદારોની જેમ લેણદારોની યાદીમાં તેમનું નામ સામેલ કરવામાં આવે. પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીએ કોર્ટ આરોપનામા દ્વારા કહ્યું હતું કે, રાંચીમાં આમ્રપાલી સફાયરમાં પેન્ટ હાઉસ બુક કરાવ્યું હતું ત્યારે આમ્રપાલી ગ્રુપના મેનેજમેન્ટે તેમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા અને તેમને પ્રોજેક્ટના નામે ગુમરાહ કરવામાં આ આવ્યા હતા.

ધોનીએ કોર્ટને કહ્યું હતું કે, તેમને ઠગવામાં આવ્યા છે. તેમના બ્રાન્ડ પ્રમોશનના કરોડો રુપિયા બાકી છે અને તેમને ઘર પણ આપવામાં આવ્યું નથી. આ પહેલા અરજીમાં ધોનીએ કંપની પર આશરે 40 કરોડ રૂપિયા બાકી હોવાનો આરોપ લગાવ્યો હતો અને માંગ કરી હતી કે તેમના ઘર માટે કેટલીક જમીન સુરક્ષિત રાખવામાં આવે. જણાવી દઈએ કે વર્ષ 2009માં ધોની આમ્રપાલી સમુહના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. ધોની 6 વર્ષ સુધી આ ગ્રુપ સાથે જોડાયેલા હતા જો કે વર્ષ 2006માં જ્યારે કંપની પર ખરીદદારોએ ઠગવાના આરોપ લગાવવામાં આવ્યા ત્યારે ધોનીએ આમ્રપાલી ગ્રુપથી પોતાનુ નામ અલગ કરી દીધું હતું.

શું છે મામલો?

46 હજાર હોમબાયર્સની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહ્યું છે, જેમને સમય પર ફલેટ આપવામાં આવ્યા નથી. કોર્ટે આમ્રપાલી ગ્રુપની બધી જ સંપતિઓ જપ્ત કરવાના આદેશ આપ્યા છે. ધોની પણ તેમની બાકી રકમ માટે સુપ્રીમ કોર્ટ પહોચ્યા છે. ધોનીએ કહ્યું હતું કે, આમ્રપાલી ગ્રુપ પાસેથી 38.95 કરોડ રુપિયા બાકી નીકળે છે જેમાંથી 22.53 કરોડ રુપિયા મૂળરાશિ છે અને 16.42 કરોડ વ્યાજના ગણવામાં આવી રહ્યા છે

mahendra singh dhoni supreme court