ધોનીનું વજન ઘટી ગયું

20 July, 2021 12:20 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલની અધૂરી સીઝન ફરી શરૂ થવાને બે મહિના બાકી છે, પણ ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે

મહેન્દ્ર સિંહ ધોની

આઇપીએલની અધૂરી સીઝન ફરી શરૂ થવાને બે મહિના બાકી છે, પણ ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ૭ જુલાઈએ ૪૦ વર્ષ પૂરાં કરનાર ધોની તાજેતરમાં રાહુલ વૈદ્યનાં લગ્ન માટે મુંબઈ આવ્યો હતો ત્યારે તે ખૂબ સ્લિમ અને ફિટ લાગી રહ્યો હતો. ગઈ સીઝનમાં તેના વધી રહેલા વજનને લીધે ઘણી ટીકા થઈ હતી. ટીકાકારોને બરોબરનો જવાબ આપવા માટે ધોની જાણીતો છે.

 

sports news mahendra singh dhoni