આર્મી યુનિફોર્મમાં ધોની લેહના બાળકો સાથે રમ્યા ક્રિકેટ

18 August, 2019 03:46 PM IST  |  લેહ

આર્મી યુનિફોર્મમાં ધોની લેહના બાળકો સાથે રમ્યા ક્રિકેટ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટેરિટોરિયલ આર્મી સાથે જમ્મૂ-કાશ્મીરમાં પોતાની બે સપ્તાહની ટ્રેનિંગ પૂરી કરી લીધી છે. આ દરમિયાન ધોની બાસ્કેટબોલ કોર્ટ પર ક્રિકેટ રમતા દેખાયા. ધોનીના ક્રિકેટ રમતા ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

આ તસવીરમાં ધોની શૉટ મારતા દેખાઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમામે ધોનીએ લદ્દાખમાં ક્રિકેટ એકેડમી ખોલવાનો પણ વાયદો કર્યો છે. 38 વર્ષના ધોનીએ ક્રિકેટમાંથી 2 મહિનાનો બ્રેક લીધો છે. વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ધોનીએ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. બાદમાં તે કાશ્મીરમાં પોતાની રેજિમેન્ટને સેવા આપવા પહોંચ્યા હતા.

ટીમ ઈન્ડિયાના હાલના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની ટેરિટોરિય આર્મી 106 ટીએ બટાલિયન (પેરા) સાથે જમ્મુ કાશ્મીરમાં 30 જુલાઈએ જોડાયા હતા. તેમણે બે અઠવાડિયા બટાલિયન સાથે ટ્રેનિંગ લીધી છે. હવે આ ટ્રેનિંગ પૂરી થઈ ચૂકી છે. મનાઈ રહ્યું છે કે ધોની કદાચ સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે રમાનારી ટી 20 સિરીઝમાં દેખાઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

ઉલ્લેખનીય છે કે એમ. એસ. ધોનીએ 2007માં ટીમ ઈન્ડિયાને પોતાની કેપ્ટનસીમાં ટી20 વર્લ્ડ કપ અને 2011માં વન ડે વર્લ્ડ કપ જીતાડ્યો હતો. આ ઉપરાંત ટીમ ઈન્ડિયા માટે બેટ્સમેન અને વિકેટ કીપર તરીકે પણ શાનદાર પ્રદર્શનક ર્યું છે. જેને કારણે જ એમ. એસ ધોનીને ઈન્ડિયન આર્મીમાં લેફ્ટન્ટન્ટ કર્નલની ઉપાધિ આપવામાં આવી છે. 

ms dhoni mahendra singh dhoni sports news cricket news