ક્રિકેટ ઘણા અંશે ટેક્નૉલૉજીપર નિર્ભર હશે હવે : કુંબલે

14 September, 2021 05:24 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડીઆરએસનું મહત્ત્વ ક્રિકેટમાં વધી ગયું છે

અનિલ કુંબલે

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અનિલ કુંબલેના જણાવ્યા પ્રમાણે ભવિષ્યમાં ક્રિકેટ ટેક્નૉલૉજી અને ડેટા ઇન્ટેલિજન્સ પર વધુ ને વધુ નિર્ભર હશે. સ્પોર્ટ્સ ઍનૅલિટિક્સ ઍન્ડ ડેટા ઇન્ટેલિજન્સ દ્વારા ‘સ્પર્ધામાં લાભ’ વિષય પર આયોજિત એક વેબિનારમાં ભાગ લેતી વખતે પંજાબની ટીમના હેડ કોચ કુંબલેએ કહ્યું હતું કે ‘ડીઆરએસનું મહત્ત્વ ક્રિકેટમાં વધી ગયું છે. નિર્ણય લેવા માટે આવા વધુ ટેક્નૉલૉજિકલ સાધનનું મહત્ત્વ વધશે. વળી ખેલાડીઓએ પણ આનું મહત્ત્વ સમજવું પડશે અન્યથા પાછળ રહી જશે. સ્પોર્ટ્સમાં ટેક્નૉલૉજીના વધુપડતા ઉપયોગને લઈને વાદવિવાદ થતો રહેશે, પરંતુ આપણે આ ટેક્નૉલૉજીને અપનાવવી પડશે અન્યથા પાછળ રહી જઈશું.’

sports sports news cricket news anil kumble