વિજય હઝારે ટ્રોફી માટે દિલ્હીની ટીમ જાહેર

13 February, 2021 04:58 PM IST  |  New Delhi | Gujarati Mid day Correspondent

વિજય હઝારે ટ્રોફી માટે દિલ્હીની ટીમ જાહેર

શિખર ધવન

વિજય હઝારે ટ્રોફી માટે ગઈ કાલે દિલ્હીની ટીમ જાહેર કરવામાં આવી હતી. આ ટીમની કપ્તાની લેફ્ટ આર્મ સીમર પ્રદીપ સંગવાનને સોંપવામાં આવી છે, જ્યારે વાઇસ કૅપ્ટન તરીકેની જવાબદારી યુવા પ્લેયર હિંમત સિંહને આપવામાં આવી છે. ૨૨ ખેલાડીઓનની સ્ક્વૉડમાં ઇન્ડિયન ટીમના ઓપનર શિખર ધવનનો પણ સમાવેશ થયો છે. સંગવાનને ૫૫ ફર્સ્ટ ક્લાસ મૅચ, ૪૪ લિસ્ટ એ, અને ૯૨ ટી૨૦ મૅચ રમવાનો અનુભવ છે. આ ત્રણેય ફૉર્મેટમાં તેણે અનુક્રમે ૧૭૭, ૭૧ અને ૯૧ વિકેટ લીધી છે. ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થનારી વિજય હઝારે ટ્રોફીમાં દિલ્હીને ગ્રુપ-‘ડી’માં મુંબઈ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને પૉન્ડિચેરી સાથે રાખવામાં આવી છે.

sports sports news cricket news vijay hazare trophy shikhar dhawa