દિલ્હી પ્રીમિયર લીગમાં અમ્પાયરને બૉલ વાગ્યો, ICUમાં કરવા પડ્યા દાખલ

19 August, 2026 03:08 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હી પ્રીમિયર લીગની મૅચમાં બૅટરના જોરદાર શૉટનો બૉલ અમ્પાયર ધર્મેશ ભારદ્વાજના લમણામાં વાગ્યો હતો. ઈજાગ્રસ્ત અમ્પાયરને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જઈ ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિલ્હી પ્રીમિયર લીગમાં અમ્પાયરને બૉલ વાગ્યો, ICUમાં કરવા પડ્યા દાખલ

હાલમાં ચાલી રહેલી દિલ્હી પ્રીમિયર લીગમાં એક મૅચ દરમ્યાન કમસનીબ ઘટના બની હતી. ઈસ્ટ દિલ્હી રાઇડર્સ અને ન્યુ દિલ્હી ટાઇગર્સ વચ્ચેની મૅચમાં ૧૮મી ઓવરમાં બૅટરે મારેલા પાવરફુલ શૉટમાં બૉલ સામે ઊભેલા અમ્પયાર ધર્મેશ ભારદ્વાજને લમણામાં વાગ્યો હતો. શૉટ એટલો પાવરફૂલ હતો કે અમ્પયારને બૉલથી બચવાનો મોકો જ ન મળ્યો. બૉલ જમણી બાજુએ લમણામાં વાગ્યો હતો. તરત જ તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા. 

delhi news accident cricket news sports news sports