19 August, 2026 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેવિડ વૉર્નર
માર્ચમાં ઈસ્ટર સન્ડેના દિવસે નશાની હાલતમાં કાર ચલાવતા પકડાયેલા ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વૉર્નરને કોર્ટે ૧૫૦૦ ઑસ્ટ્રેલિયન ડૉલર (આશરે એક લાખ રૂપિયા)નો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત તેને કારમાં ૧૨ મહિના સુધી ઇન્ટરલૉક ડિવાઇસ પણ લગાડવું પડશે. આ ડિવાઇસને લીધે ડ્રાઇવરે નશો કર્યો હોય તો કાર શરૂ નથી થતી.
વૉર્નર મિત્રો સાથે ઈસ્ટર સન્ડેની ઉજવણી કરીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને અટકાવ્યો હતો. ત્યારે વૉર્નરે નામોશીથી બચવા કારમાં તેની સાથી મહિલાને તેની જગ્યાએ ડ્રાઇવિંગ સીટ પર બેસાડવાનો પ્રયાસ પણ કર્યો હતો.
સ્પોર્ટ્સ મિનિસ્ટરીએ ગઈ કાલે ૨૦૨૫ના વર્ષ માટે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોની જાહેરાત કરી હતી. અર્જુન અવૉર્ડ્સ માટે ૧૭ ખેલાડીઓનાં નામ જાહેર થર્યા છે, પણ સૌથી મહત્ત્વપૂર્ણ
ધ્યાન ચંદ ખેલ રત્ન માટે કોઈની પસંદગી નથી કરવામાં આવી. આવું છેલ્લે ૨૦૧૪માં બન્યું હતું.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ અરુણકુમાર મિશ્રાની અધ્યક્ષતા હેઠળની સિલેક્શન કમિટીએ હૉકી-સ્ટાર હાર્દિક સિંહનું નામ સિલેક્ટ કર્યું હતું, પણ આખરે એ રદ કરી દેવામાં આવ્યું હતું.
સિલેક્ટન કમિટીએ અર્જુન પુરસ્કાર માટે ૨૪ નામની ભલામણ કરી હતી જેમાંથી ૧૭ની પસંદગી થઈ હતી. આ વર્ષે આ લિસ્ટમાં ફરી એક પણ ક્રિકેટર સામેલ નથી થયો. છેલ્લે ૨૦૨૩માં મોહમ્મદ શમીને આ અવૉર્ડ્સ મળ્યો હતો.