19 July, 2025 07:44 AM IST | London | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ, ડેવિડ લૉયડ
ઇંગ્લૅન્ડ માટે ૮૦ના દાયકામાં ૯ ટેસ્ટ અને ૮ વન-ડે રમનાર ઑલરાઉન્ડર ડેવિડ લૉયડનું નિવેદન હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ ૭૮ વર્ષના ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે કે ‘મને લાગે છે કે બુમરાહ ચોથી ટેસ્ટ-મૅચ રમશે. જો ઇંગ્લૅન્ડ ૩-૧થી સિરીઝ જીતશે તો તે પાંચમી મૅચ નહીં રમે અને સિરીઝ ૨-૨થી બરાબર થશે તો અંતિમ મૅચ પણ રમશે. એવું કહેવાય છે કે જ્યારે તે રમે છે ત્યારે ટીમ તેની ગેરહાજરી કરતાં વધુ હારે છે. તે વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંનો એક છે. તેની હરકતો વિચિત્ર છે, પરંતુ તે એક મહાન બોલર છે.
૨૦૧૮માં ટેસ્ટ-ડેબ્યુ પછી બુમરાહ ૪૭ ટેસ્ટ રમ્યો છે જેમાંથી ભારતને ૨૦ જીત અને ૨૩ હાર મળી, જ્યારે ચાર મૅચ ડ્રૉ રહી. આ સમયગાળા દરમ્યાન તે ૨૭ ટેસ્ટ-મૅચમાં ગેરહાજર રહ્યો ત્યારે ભારતને ૧૯ જીત મળી, ફક્ત પાંચ હાર મળી અને ત્રણ મૅચ ડ્રૉ રહી હતી.