ઑસ્ટ્રેલિયામાં જબરી ટક્કર બાદ હવે ગિલનો સાથ માણી રહ્યો છે કમિન્સ

10 April, 2021 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયામાં તેની ટેસ્ટ-કરીઅરની શાનદાર શરૂઆત રહી હતી.

ઑસ્ટ્રેલિયામાં જબરી ટક્કર બાદ હવે ગિલનો સાથ માણી રહ્યો છે કમિન્સ

ઑસ્ટ્રેલિયન પેસ બોલર પૅટ કમિન્સ અને ભારતીય યુવા બૅટ્સમૅન શુભમન ગિલ વચ્ચે તાજેતરમાં ઑસ્ટ્રેલિયન સિરીઝમાં જબરી ટક્કર જોવા મળી હતી. બન્ને વચ્ચે ઘણો સંઘર્ષ જોવા મળ્યો હતો. જોકે હવે બન્ને આઇપીએલમાં એક જ ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ વતી રમતા હોવાથી એકબીજાની કંપની માણી રહ્યા છે. હવે આજથી દોઢેક મહિના સુધી બન્નેનું એક જ લક્ષ્ય હશે ‘કલકત્તાની જીત.’ કમિન્સે પોતાના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર આ બાબતે કહ્યું હતું કે શુભમન એક સારો યુવા ખેલાડી છે. તે ખૂબ શાંતચિત્તે રમવા માગતો હોય છે. તે ક્રિકેટ કે લાઇફને બહુ ગંભીરતાથી નથી લેતો એથી તેની સાથે રમવાની ખૂબ મજા આવશે. ઑસ્ટ્રેલિયામાં તેની ટેસ્ટ-કરીઅરની શાનદાર શરૂઆત રહી હતી. મેદાનમાં અમારી વચ્ચે ખૂબ સ્પર્ધા જોવા મળી હતી. મને ખરેખર ખુશી છે કે તેણે તેના ટેસ્ટ-કરીઅરની શાનદાર શરૂઆત કરી છે.’ ગિલે ઑસ્ટ્રેલિયામાં કરીઅરની પ્રથમ ટેસ્ટ સિરીઝમાં ૫૧.૮૦ની ઍવરેજથી ૨૫૯ રન બનાવ્યા હતા. આવતી કાલે કલકત્તા તેની આ સીઝનની પ્રથમ મૅચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નઈમાં રમશે. 

sports sports news cricket news