કમિન્સને બે જ મૅચ બાદ આરામ આપવાની જરૂર નહોતી : બ્રેટ લી

04 December, 2020 04:11 PM IST  |  Mumbai | Mumbai correspondent

કમિન્સને બે જ મૅચ બાદ આરામ આપવાની જરૂર નહોતી : બ્રેટ લી

કમિન્સને બે જ મૅચ બાદ આરામ આપવાની જરૂર નહોતી : બ્રેટ લી

ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ ભારત સામેની બે વન-ડે બાદ ત્રીજી વન-ડેમાં ઑસ્ટ્રેલિયન પ્લેયર પૅટ કમિન્સને રેસ્ટ આપવાના નિર્ણય સામે સવાલ ઊભા કર્યા છે.
બ્રેટ લીએ કહ્યું કે ‘આ વાત કદાચ તેણે પોતે નહીં કહી હોય, તે તો કદાચ રમવા માંગતો હશે, કેમ કે પ્લેયર્સ મોટા ભાગે રમવાની ઇચ્છા રાખતા હોય છે. મારા મતે કેટલીક મૅચ પછી પ્લેયરને થાક ન લાગવો જોઈએ. મેં વ્યક્તિગત રીતે હંમેશાં નોંધ્યું છે કે હું જેટલી વધારે મૅચ રમીશ એટલો સારો મારો લય રહેશે. જો મને ટુર્નામેન્ટમાં બ્રેક મળ્યો હોય કે મને રેસ્ટ આપવામાં આવ્યો હોય તો હું મારો લય મેળવવા પૂરતો પ્રયત્ન કરતો રહું. હા, પ્લેયર ઈજાગ્રસ્ત થયો હોય કે જેને દુખાવો હોય તેને પાછો લયમાં આવવા માટે કેટલોક સમય રેસ્ટ આપવો યોગ્ય છે, પણ જો તે સંપૂર્ણપણે ફિટ છે તો તેને રમાડવો જ જોઈએ. મને ભરોસો છે કે તે પોતાની ગતિ પાછી મેળવી લેશે અને આવનારી સીઝનમાં પણ એ યથાવત્ રાખશે.’

sports sports news cricket news