14 April, 2025 11:55 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ મંદિરમાં
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચ માટે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ હાલમાં ઉત્તર પ્રદેશમાં છે. ટુર્નામેન્ટમાં સંઘર્ષ કરી રહેલી ચેન્નઈની ટીમના કેટલાક પ્લેયર્સ અને અધિકારીઓએ હાલમાં અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યાં હતાં. ઇન્જર્ડ ઋતુરાજ ગાયકવાડ, બોલિંગ ઑલરાઉન્ડર શ્રેયસ ગોપાલ સહિતના પ્લેયર્સ સાથે તેમની ફૅમિલીના સભ્યોએ પણ મંદિરમાં આશીર્વાદ લીધા હતા.