સિડનીમાં ચોકોર સજ્જડ સાવચેતી,ક્રિકેટરોનાં સ્ટૅચ્યુને પણ પહેરાવ્યા માસ્ક

08 January, 2021 03:20 PM IST  |  Mumbai | Mumbai correspondent

સિડનીમાં ચોકોર સજ્જડ સાવચેતી,ક્રિકેટરોનાં સ્ટૅચ્યુને પણ પહેરાવ્યા માસ્ક

સિડનીમાં ચોકોર સજ્જડ સાવચેતી,ક્રિકેટરોનાં સ્ટૅચ્યુને પણ પહેરાવ્યા માસ્ક

કોરોના-પ્રકોપને લીધે ત્રીજી ટેસ્ટ સિડનીમાં જ રમાશે કે નહીં અે છેલ્લી ઘડી સુધી નક્કી નહોતું, પણ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે આખરે હિંમતભર્યો નિર્ણય લઈને સિડનીમાં જ આયોજન કરવાનું નક્કી કર્યું પણ ખૂબ બધાં રિસ્ટ્રિક્શન અને સાવધાની સાથે. પ્રેક્ષકોની એન્ટ્રી પણ ઘટાડીને ૨૫ ટકા કરી નાખવામાં આવી હતી. પ્રેક્ષકોને કડક સૂચના આપવામાં આવી હતી કે આખી મૅચ દરમ્યાન માસ્ક પહેરેલો રાખવો પડશે. કાલે પોલીસ પણ સ્ટેડિયમમાં માસ્ક પહેર્યા વગરના પ્રેક્ષકોને માસ્ક પહેરવા વિનંતી કરતી જોવા મળી હતી. મેદાનના કમ્પાઉન્ડમાં આવેલા લેજન્ડ ક્રિકેટરો સ્ટીવ વૉ અને સ્ટેન મૅક્‍કૅબના સ્ટૅચ્યુને પણ માસ્ક પહેરાવીને લોકોને માસ્ક પહેરવા પ્રોસ્તાહિત કરવામાં આવ્યા હતા. એ ઉપરાંત ગઈ કાલે વરસાદે પણ ખલેલ પાડતાં પ્રેક્ષકોએ માસ્ક ઉપરાંત રેઇનકોટ પણ પહેરવો પડ્યો હતો અથવા છત્રીમાં આશરો લેવો પડ્યો હતો.

sports sports news cricket news