કપિલ દેવે કેમ કરી નાખી ટાલ, અનુપમ ખેરે કરી મસ્તી, બન્યા મીમ્સ

22 April, 2020 01:59 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કપિલ દેવે કેમ કરી નાખી ટાલ, અનુપમ ખેરે કરી મસ્તી, બન્યા મીમ્સ

કપિલ દેવ

ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે પોતાના નવા બાલ્ડ લુકથી ચાહકોને ચોંકાવી દીધા છે. કપિલે મંગળવારે મિડ-ડેને જણાવ્યું હતું કે તેણે તેની પુત્રી અમીયાને તેના વાળ કાપવાની વિનંતી કરી હતી કારણ કે તેના વાળ લાંબા થઇ ગયા હતા પણ અમિયાએ પપ્પાના વાળ બહુ ટૂંકા કરી નાખ્યા એટલે કપિલે નક્કી કર્યું કે માથે મુંડો કરી દેવો અને ફ્રેંચ કટ દાઢી રાખવી. 1983 ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને કહ્યું હતું કે તે પત્ની રોમી અને અમીયાને ઘરના કામમાં મદદ કરવામાં વ્યસ્ત છે અને કોરોનાવાયરસને કારણે લોકડાઉન દરમિયાન થોડી રસોઈમાં પણ વ્યસ્ત છે. તેણે કહ્યું, "હું બધી પ્રકારની વસ્તુઓ કરી રહ્યો છું; ફક્ત મારા પગરખાંને પોલિશ કરવાનું બાકી છે."

ફેન્સે પણ કપિલ દેવનાં આ લુકને વખાણ્યો છે અને અનુપમ ખેરે તો એ હદે કહી દીધું કે દુનિયામાં બે જ પ્રકારનાં લોકો હોય છે એક ટકલા અને બીજા એવા જેમને ભવિષ્યમાં ટાલ પડવાની છે એવા.

આ દરમિયાન કપિલના ભૂતપૂર્વ ટીમના સાથી સંજય માંજરેકરે તેની ટાલ તસવીર ટ્વિટ કરી અને લખ્યું: "લવ આ લુક પાજી! આમ જ રાખો!" સંજય અને કપિલ વેસ્ટ ઇન્ડીઝ, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, યુએઈ, ઑસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ પ્રવાસ પર ગયા હતા.

બીજા સાથે ખેલાડીઓ એ પણ લૂકની નોંધ લીધી.

kapil dev cricket news anupam kher