ઈરફાન પઠાણે ભાઈ યુસુફને પુછયું 'મુસલમાન છે કે પઠાણ', મળ્યો આ જવાબ

03 June, 2020 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈરફાન પઠાણે ભાઈ યુસુફને પુછયું 'મુસલમાન છે કે પઠાણ', મળ્યો આ જવાબ

વીડિયોમાંથી લીધેલો સ્ક્રિનશૉટ

ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ સોશ્યલ મીડિયા પર બહુ એક્ટિવ હોય છે અને તાજેતરમાં જ તેમનો એક ટિકટૉક વીડિયો બહુ વાયરલ થયો છે. આ વીડિયોમાં ઈરફાનની સાથે ભાઈ યુસુફ પઠાણ પણ છે. ઈરફાને પોસ્ટ કરેલા ટિકટૉક વીડિયોમાં તે યુસુફને પુછી રહ્યો છે કે 'મુસલમાન છે કે પઠાણ' તો તેને યુસુફ બહુ જબરજસ્ત જવાબ આપે છે. જે જોઈને ચોક્કસ ખડખડાટ હસી પડાય.

વીડિયોમાં ઈરફાન પઠાન અને યુસુફ પઠાણ બન્ને બેઠેલા છે. ત્યારે ઈરફાન ભાઈ યુસુફને એક સવાલ પુછે અને ક્રિકેટર કન્ફયુઝ થઈ જાય છે. ઈરફાન પુછે છે કે, 'મુસલમાન છે કે પઠાન?' તો યુસુફ કહે છે, 'પઠાણ છું'. તો ઈરફાન કહે છે 'એનો અર્થ મુસલમાન નથી'. પાછો યુસુફ કહે છે 'મુસલમાન છું'. એટલે ઈરફાન કહે છે કે 'એક જવાબ આપ' અને યુસુફ કન્ફયુઝ થઈ જાય છે.

@irfanpathan_official

Pathannnnnnn.... ? @yusuf_pathan128 ##comedy ##fun ##with ##bhai ##lala ##brother

♬ original sound - innocent_sonu