ટીમ ઈન્ડિયામાંથી બહાર હાર્દિક પંડ્યા થયા ભાવુક, શૅર કર્યો ઈમોશનલ મેસેજ

16 October, 2019 02:58 PM IST  |  મુંબઈ

ટીમ ઈન્ડિયામાંથી બહાર હાર્દિક પંડ્યા થયા ભાવુક, શૅર કર્યો ઈમોશનલ મેસેજ

હાર્દિક પંડ્યા

ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ પોતાની ફિટનેસના કારણે ટીમમાંથી બહાર છે. હાલમાં જ હાર્દિકે લંડનમાં એક સર્જરી કરાવી છે અને જલ્દી જ તેઓ ફિટ થઈને મેદાન પર પાછા ફરવા માંગે છે. હાર્દિકને કપિલ દેવના હાથે ડેબ્યૂ મેચની કેપ મળી હતી.

આજના જ દિવસે ત્રણ વર્ષ પહેલા હાર્દિકે ભારત તરફથી પોતાની પહેલી વનડે રમી હતી. હાર્દિકને તેના ડેબ્યૂ મેચ પહેલા ભારતના દિગ્ગજ ઑલરાઉન્ડર કપિલ દેવે કેપ આપી હતી. તેમણે પોતાના ડેબ્યૂ મેચમાં કપિલ દેવે આપેલી કેપની તસવીર શેર કરી. આ તસવીર સાથે હાર્દિકે ખુબ જ ભાવુક સંદેશ પણ લખ્યો.


હાર્દિકે પોતાના ડેબ્યૂ વનડેને યાદ કરતા લખ્યું કે, આજના જ દિવસે ત્રણ વર્ષ પહેલા મારા વન ડેમાં કરેલા ડેબ્યૂને યાદ કરી રહ્યો છું. ટીમ ઈન્ડિયા માટેની અત્યાર સુધીની સફર ખૂબ જ યાદગાર રહી છે. જેટલી વાર મે મેદાન પર પગ રાખ્યો છે દરેક વખતે મે મારા એ સપનાને મહેસૂસ કર્યું છે. જે એક બાળક તરીકે પોતાના દેશ તરફથી રમવાનું સપનું જોતો હતો. મારા માટે આનાથી વધારે સન્માનની વાત બીજી કોઈ નથી હોઈ શકતી.

આ પણ જુઓઃ ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

હાર્દિક પંડ્યાએ વર્ષ 2016માં 16 ઑક્ટોબરે ન્યૂઝીલેન્ડની સામે ધર્મશાળામાં પોતાની પહેલી વનડે રમી હતી. હાર્દિકે અત્યાર સુધીમાં 54 વનડેમાં કુલ 957 રન બનાવવાની સાથે 54 વિકેટ પણ લીધી છે. જ્યારે 11 ટેસ્ટ અને 40 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટમાં હાર્દિકના નામે 1 સેન્ચ્યુરી સાથે 532 રન છે જ્યારે ટી-20માં તેમણે 310 રન બનાવ્યા છે. ટેસ્ટમાં હાર્દિકે 17 જ્યારે ટી-20માં 38 વિકેટ લીધી છે.

hardik pandya sports news