તમારા હાથ લોહીથી ખરડાયેલા છે, ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન પર બરાબરનો ભડક્યો સ્લેટર

04 May, 2021 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલમાં આઇપીએલમાં કૉમેન્ટરી કરી રહેલો ઑસ્ટ્રેલિયન માઇકલ સ્ટેલર તેના દેશના વડા પ્રધાન સ્કૉટ મોરિસન પર બરાબરનો ભડક્યો છે.

માઇકલ સ્ટેલર, સ્કૉટ મોરિસન

ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલમાં આઇપીએલમાં કૉમેન્ટરી કરી રહેલો ઑસ્ટ્રેલિયન માઇકલ સ્ટેલર તેના દેશના વડા પ્રધાન સ્કૉટ મોરિસન પર બરાબરનો ભડક્યો છે. ઑસ્ટ્રેલિયન સરકારે ભારતથી ઑસ્ટ્રેલિયા આવનારી તમામ ફ્લાઇટ કોરોનાને લીધે ૧૫ મે સુધી રદ કરી છે, જેને લીધે 
ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ અહીં ભારતમાં અટવાયેલા છે. જોકે હાલમાં તેઓ આઇપીએલમાં વ્યસ્ત છે, પણ ઑસ્ટ્રેલિયન સરકારના આ નિર્ણયની સ્લેટરે ભારે ટીકા કરી હતી.

સ્લેટરે કહ્યું હતું કે ‘જો ઑસ્ટ્રેલિયન સરકાર પોતાના નાગરિકોની સુરક્ષાની ચિંતા કરે છે તો તેમણે અમને સ્વદેશ આવવાની અનુમતિ આપવી જોઈએ. આ ઘણી શર્મનાક વાત છે. તમારા હાથ ખૂનથી રંગાયેલા છે પ્રધાનમંત્રીજી, અમારી સાથે આવો વર્તાવ કરવાની તમારી હિમ્મત કેવી રીતે થઈ. તમારી ક્વૉરન્ટીન સિસ્ટમનું વિશે શું કહો છો. આઇપીએલમાં કામ કરવા માટે મારી પાસે સરકારી મંજૂરી છે અને હવે સરકાર અમારી ઉપેક્ષા કરી રહી છે.’

ફ્લાઇટ બૅન કરવા ઉપરાંત ઑસ્ટ્રેલિયાએ ભારતથી આવનાર નાગરિકોને જેલ અથવા દંડ ફટકારવાની ચેતવણી આપી છે.
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના ઇન્ટરિમ સીઈઓ નીક હોકલીએ પણ જણાવ્યું હતું કે તાજેતરમાં આઇપીએલમાં અટવાયેલા ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા સ્વદેશ લાવવાની કોઈ વિશેષ યોજના નથી અને તેઓ ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરી રહ્યા છે. 

cricket news sports news australia