કપિલ દેવના નેતૃત્વમાં બનેલી સમિતિમાં વાંધાજનક કાંઈ નહોતું : વિનોદ રાય

30 September, 2019 02:18 PM IST  |  નવી દિલ્હી

કપિલ દેવના નેતૃત્વમાં બનેલી સમિતિમાં વાંધાજનક કાંઈ નહોતું : વિનોદ રાય

વિનોદ રાય

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચની નિમણૂક કરવા માટે નિમાયેલી કમિટી પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. કપિલ દેવના વડપણ હેઠળની આ કમિટીમાં શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડનો સમાવેશ હતો. જોકે આ કમિટી સાથે કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટનું નામ જોડીને ભારતીય ક્રિકેટ બોર્ડના ઍથિક્સ ઑફિસર ડી. કે. જૈને નોટિસ ફટકારી હતી.

આ વિવાદ સંદર્ભે ઍડ્મિનિસ્ટ્રેટિવ કમિટીના ચીફ વિનોદ રાયે કપિલ દેવની કમિટીને ટેકો આપ્યો છે જે સંદર્ભે વિનોદ રાયનું કહેવું હતું કે ‘અમે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચની નિમણૂક કરવા માટે આ કમિટી બનાવી હતી અને સીએસી તરીકે અમને એમાં કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ જેવું કાંઈ નથી દેખાતું.’

આ પણ વાંચો : બુમરાહના સ્ટ્રેસ ફ્રૅક્ચર અને બોલિંગ ઍક્શનને કોઈ લેવા-દેવા નથી : નેહરા

નોંધનીય છે કે આ કમિટીએ રવિ શાસ્ત્રીને ઇન્ડિયન ક્રિકેટ ટીમના હેડ કોચપદે ફરીથી પસંદ કર્યા હતા જેની સામે મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિએશનના સભ્ય સંજીવ ગુપ્તાએ કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટની ફરિયાદ નોંધાવી હતી. જો કમિટીમાં કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટની વાત સાબિત થશે તો કોચના સિલેક્શનની તમામ પ્રક્રિયા નવેસરથી કરવામાં આવશે અને રવિ શાસ્ત્રીને ફરી એકવાર તેમાંથી પસાર થવું પડશે.

kapil dev cricket news sports news