ડ્રૉન દ્વારા ક્રિકેટ બોર્ડ કરશે ટુર્નામેન્ટનું લાઇવ શૂટિંગ

09 February, 2021 08:06 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડ્રૉન દ્વારા ક્રિકેટ બોર્ડ કરશે ટુર્નામેન્ટનું લાઇવ શૂટિંગ

પ્રતીકાત્મક તસવીર

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ને ગઈ કાલે મિનિસ્ટરી ઑફ સિવિલ એવિયેશન પાસેથી ડ્રૉન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું લાઇવ ઍરિયલ સિનેમૅટોગ્રાફી કરવાની મંજૂરી મળી ગઈ છે. જોકે આ મંજૂરી કેટલીક શરતોને આધીન રહેશે. ડ્રૉનનો ઉપયોગ આગામી ક્રિકેટ ટુર્નામેન્ટથી કરવામાં આવશે. આ પ્રમાણે ડ્રૉનનો સિનેમૅટોગ્રાફી માટે સૌથી પહેલવહેલો ઉપયોગ એપ્રિલ મહિનાથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં થતો જોવા મળશે.

મિનિસ્ટરી ઑફ સિવિલ એવયેશને બીસીસીઆઇ તથા ડ્રૉન ઑપરેટર ક્વિડિચને વર્ષના અંત સુધી રિમોટલી પાઇલટેડ ઍરક્રાફ્ટ સિસ્ટમ્સ (આરપીએએસ)નો ક્રિકેટ ટુર્નામેન્ટના લાઇવ ઍરિયલ સિનેમૅટોગ્રાફી માટે ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.

sports sports news cricket news