ક્રિકેટમાં આ રીતે હજી સુધી કોઈ નથી થયું આઉટ, જાણો કેમ

24 June, 2019 03:31 PM IST  |  અમદાવાદ

ક્રિકેટમાં આ રીતે હજી સુધી કોઈ નથી થયું આઉટ, જાણો કેમ

ક્રિકેટમાં બેટ્સમેનને આઉટ થવાની કુલ 11 રીતો છે, જેનાથી ફિલ્ડિંગ ટીમ બેટ્સમેનને પેવેલિયન ભેગા કરી શકે છે. પરંતુ શું તમને એ ખ્યાલ છે કે માત્ર સારા બોલથી જ નહીં પરંતુ બેટ્સમેન પોતાન ભૂલથી પણ આઉટ થઈ શકે છે. ક્રિકેટના નિયમો પ્રમાણે એક બેટ્સમેન જુદી જુદી 11 રીતે આઉટ થઈ શકે છે. ચાલો જાણીએ એક બેટ્સમેન કેવી રીતે આઉટ થઈ શકે છે.

બોલ્ડ

જ્યારે બોલરનો બોલ સીધો સ્ટમ્પસ પર લાગે તો તેને બોલ્ડ ગણવામાં આવે છે. ત્યારે બોલ બેટ, પેટ કે શરીરને અડીને સ્ટમ્સને લાગે તો પણ તેને આઉટ ગણવામાં આવે છે.

કેચ આઉટ

જો બોલરના બોલને માર્યા બાદ બોલ હવામાં ઉછળીને સીધો જ ફિલ્ડરના હાથમાં જાય તો તેને કેચઆઉટ ગણવામાં આવે છે. બેટ્સમેનના બેટ કે હાથના અમુક હિસ્સાને અડીને જો ફિલ્ડર સીધો જ હવામાં બોલ પકડી લે તો બેટ્સમેનને કેચઆઉટ આપવામાં આવે છે.

લેગ બિફોર વિકેટ LBW

જો બોલરે ફેંકેલો બોલ બેટને અડતા પહેલા બેટ્સનના શરીરના એ રીતે અથડાય કે જો બેટ્સમેન ન હોત તો બોલ સીધ સ્ટમ્પ્સમાં જાત, તો તેને એલબીડબલ્યુ આઉટ આપવામાં આવે છે.

સ્ટમ્પિંગ

જ્યારે બોલર બોલ નાખે અને બેટ્સમેન ચૂકી જાય ત્યારે બોલ કીપરના હાથમાં જાય છે. આવામાં જો વિકેટ કીપર સ્ટમ્પ્સ પરની ગિલ્લીઓ વિખેરી નાખે અને બેટ્સમેન ક્રીઝમાં ન હોય તો તેને સ્ટમ્પિંગ આઉટ માનવામાં આવે છે.

રન આઉટ

જ્યારે બેટ્સમેન રન લેવા દોડે અને આ દરમિયાન વિરોધી ટીમના ફિલ્ડર બેટ્સમેન ક્રીઝમાં પહોંચે તે પહેલા જ ગિલ્લીઓ વિખેરી નાખે તો તેને રનઆઉટ ગણવામાં આવે ચે.

હિટ વિકેટ

જ્યારે બેટ્સમેન શોટ મારતા સમયે પોતે જ સ્ટમ્પ્સ પરની ગિલ્લીઓ પાડી તો તેને હિટ વિકેટ ગણવામાં આવે છે.

ઓબસ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ

જો કોઈ બેટ્સમ જાણી જોઈને ફિલ્ડરને ફિલ્ડિંગ કરવાથી રોકે તો તેને ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ આપવામાં આવે છે.

ટાઈમ આઉટ

જો કોઈ બેટ્સમેન પોતાની બેટિંગ આવવા છતાંય ટેસ્ટ અને વન ડે મેચમાં 3 મિનિટમાં મેદાન પર ન આવે તો તેને ટાઈમ આઉટથી આઉટ આપવામાં આવે છે. ટી 20 મેચમાં આ સમય મર્યાદા 2 મિનિટની રખાઈ છે.

માંકડિગ

જ્યારે બોલરને લાગે કે તેના બોલ નાખતા પહેલા જ નોન સ્ટ્રાઈકર બેટ્સમેન ક્રીઝ છોડી દે છે તો તે નોન સ્ટ્રાઈકર એન્ડની ગિલ્લીો વિખેરીને બેટ્સમેનને આઉટ કરી શકે છે. આ બોલ ગણાતો નથી પરંતુ વિકેટ પડી જાય છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાને 49 રને આફ્રિકાને હરાવી પોતાની સેમી ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી

હેન્ડલ્ડ ધ બોલ

કોઈ બેટ્સમેન વિપક્ષી ટીમના ખેલાડીની અનુમતિ વિના બોલને હાથથી અડે તો તેને ઓબ્સ્ટ્રક્ટિંગ ધી ફિલ્ડ નિયમ અંતર્ગત આઉટ આપવામાં આવે છે.

બોલને બે વખત મારવો

જો કોઈ બેટ્સમેન પોતાની વિકેટ બચાવવા માટે અથવા તો વિપક્ષી ટીમની સહમતી વગર બોલને બે વખત બેટ લગાવે તો તેને આઉટ આપવામાં આવે છે. જો કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હજી સુધી આવી રીતે કોઈ બેટ્સમેન આઉટ નથી થયો.

cricket news sports news world cup 2019