પાકિસ્તાને 49 રને આફ્રિકાને હરાવી પોતાની સેમી ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી

Updated: Jun 24, 2019, 13:14 IST | London

રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાન ટીમે શાનદાર પ્રદર્શન કરતા સાઉથ આફ્રિકાને 49 રનના મોટા માર્જીનથી હાર આપી હતી. ભારત સામેના નાલેશી જનક હારમાંથી બહાર આવીને પાકિસ્તાન ટીમે શાનદાર કમબેક કર્યું છે.

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 સાઉથ આફ્રિકા માટે ખરાબ સમાચારથી વધુ કહી નથી. રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાન ટીમે શાનદાર પ્રદર્શન કરતા સાઉથ આફ્રિકાને 49 રનના મોટા માર્જીનથી હાર આપી હતી. ભારત સામેના નાલેશી જનક હારમાંથી બહાર આવીને પાકિસ્તાન ટીમે શાનદાર કમબેક કર્યું છે. આમ આ જીત સાથે પાકિસ્તાન ટીમે સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 308 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ રન બનાવી 50 ઓવરમાં 9 વિકેટે 259 રન બનાવી શકી હતી. પાકિસ્તાનનો આ ટૂર્નામેન્ટમાં બીજો વિજય છે. તેના કુલ 5 પોઈન્ટ થઈ ગયા છે અને તે ટેબલમાં સાતમાં સ્થાને પહોંચી ગયું છે. તેની હજુ ત્રણ મેચ બાકી છે અને સેમીફાઇનલની આશા જીવંત છે. દક્ષિણ આફ્રિકાનો આ સાતમી મેચમાં પાંચમો પરાજય છે. તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આફ્રિકાએ માત્ર એક મેચમાં જીત મેળવી છે અને તે ત્રણ પોઈન્ટ સાથે ટેબલમાં નવમાં સ્થાને છે.

આફ્રિકાનો સ્ટાર ક્રિકેટર હાશિમ અમલાનો ફરી ફ્લોપ શો
સાઉથ આફ્રિકાના સ્ટાર ઓપનર હાશિમ અમલાનું આ વિશ્વકપમાં ફોર્મ ખરાબ રહ્યું છે. આજે પણ તે માત્ર 2 રન બનાવી મોહમ્મદ આમિરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ડી કોક અને ફાફ ડુ પ્લેસિસે બીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 91 રન હતો ત્યારે ડી કોક (47)ને શાદાબ ખાને ઇમામના હાથે કેચ કરાવીને આફ્રિકાને બીજો ઝટકો આપ્યો હતો. ડી કોકે 60 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

ટૂર્નામેન્ટમાં ડુફ્લેસિસની બીજી અડધી સદી
વર્લ્ડ કપ 2019માં સાઉથ આફ્રિકાના સુકાની ફાફ ડુ પ્લેસિસે આ વિશ્વકપમાં પોતાની બીજી અડધી સદી ફટકારી હતી. ફાફ 79 બોલમાં 5 ચોગ્ગા સાથે 63 રન બનાવી આમિરનો શિકાર બન્યો હતો. એડન માર્કરમ (7)ને શાદાબ ખાને બોલ્ડ કર્યો હતો. 

ત્યારબાદ રુસી વાન ડર ડુસેને મિલર સાથે મળીને પાંચમી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. ડુસેન 36 રન બનાવી શાદાબની ઓવરમાં હફિઝના હાથે કેચઆઉટ થયો હતો. ડેવિડ મિલર (31)ને શાહિન આફ્રિદીએ બોલ્ડ કરીને આફ્રિકાની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. ત્યારબાદ મોરિસ (16) અને રબાડા (3)ને વહાબ રિયાઝે બોલ્ડ કર્યાં હતા. ફેહલુકવાયો 46 રન બનાવી અણનમ રહ્યો હતો.

વહાબ-શાદાબે 3-3 વિકેટ ઝડપી
પાકિસ્તાન તરફથી વહાબ રિયાઝે 10 ઓવરમાં 46 રન આપીને ત્રણ તથા શાદાબ ખાને 10 ઓવરમાં 50 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ આમિરને બે તથા શાહિન આફ્રિકાને એક સફળતા મળી હતી.

આ પણ જુઓ : World Cup 2019 : અફઘાનિસ્તાન સામેની રોમાંચક જીતની સફર પર એક નજર

આફ્રિકાના લુંગી એનગિડીએ 3 વિકેટ ઝડપી 
મેચમાં પાકિસ્તાન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 307 રન બનાવ્યા હતા. ટીમ તરફ હારિસ સોહેલે સૌથી વધુ 89 રન ફટકાર્યા હતા. બાબર આઝમે 69 રનનું યોગદાન આપ્યું હતું. આફ્રિકા માટે લુંગી એનગિડીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. ઇમરાન તાહિરે બે, એન્ડિલે ફેહલુકવાયો અને એડન માર્કરમે 1-1 વિકેટ લીધી હતી.

હારિસે વસીમ અને બાબરની સાથે અડધી સદીની કરી ભાગીદારી 
હારિસે કરિયરની 11મી અડધી સદી ફટકારી હતી. તેણે ઇમાદ વસીમની સાથે પાંચમી વિકેટ માટે 71 રન જોડ્યા હતા. બાબર આઝમે આ ટૂર્નામેન્ટમાં પોતાની બીજી અડધી સદી ફટકારી હતી. તે ફેહલુકવાયોની ઓવરમાં આઉટ થયો હતો. તેણે હારિસ સોહેલ સાથે ચોથી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. ઇમાદ (23)ને એનગિડીએ આઉટ કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK