Covid-19: જોઝ બટલર વર્લ્ડકપ ફાઇનલ ટી-શર્ટનું ઑક્શન કરી ફંડ એકઠો કરશે

01 April, 2020 06:03 PM IST  |  London | Gujarati Mid-Day Online Correspondent

Covid-19: જોઝ બટલર વર્લ્ડકપ ફાઇનલ ટી-શર્ટનું ઑક્શન કરી ફંડ એકઠો કરશે

જોઝ બટલરે હૉસ્પિટલ્સમાં ડોનેશન આપવાની વાત કરી

ઇંગ્લેન્ડ વિકેટ કિપર બેટ્સમેન જોઝ બટલર 2019ના વર્લ્ડ કપ ફાઇનલમાં પહેરેલા ટિ-શર્ટની હરાજી કરશે. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ફાઇનલમાં તેણે આ ટી-શર્ટ પહેર્યું હતું. આ હરાજીમાંથી એકઠા થયેલા નાણાં તે લંડનની બે હૉસ્પિટલ્સમાં દાન કરશે જે કોરોનાવાઇરસ સામેની લડતમાં સતત કામગીરી બજાવી રહી છે.ઇંગ્લેન્ડે આ મેચમાં ન્યુ ઝીલેન્ડને હરાવ્યું હતું અને આ બહુ રસાકસી ભરી મેચ હતી. જો કે માર્જીન એટલું કટોકટ હતું કે અંતે સુપર ઓવર રમાઇ હતી જે પણ ટાઇમાં પરિણામી હતી.થ્રી લાયન્સે ટ્રોફી જીતી લીધી હતી કારણકે બાઉન્ડ્રી-કાઉન્ટબેકનો રુલ તેમની વ્હારે ધાયો હતો.બટલરે જ સુપર ઓવરમાં સ્ટમ્પ્લા તોડી દીધા હતા કારણકે ન્યુઝીલેન્ડની આ પ્રકારે થયેલી જીત તેને સ્વીકાર્ય નહોતી. બટલરે ટ્વિટર પર એક વીડિયો મેસેજ શેર કર્યો હતો અને લખ્યું હતું કે, “હું મારું વર્લ્ડ કપ ફાઇનલ ટીશર્ટ ઑક્શન કરવાનો છું અને ફંડ રેઇઝ કરીને રોયલ બ્રોમ્પટન અને હેરફિલ્ડ હૉસ્પિટલ ચેરિટીમાં આપીશ. ગયા અઠવાડિયે આ હૉસ્પિટલ્સે ઇમર્જન્સી અપીલ કરી હતી જેથી લાઇફ સેવિંગ સંસાધનો પુરા પાડવાની વાત હતી જેનાથી Covid-19 આઉટબ્રેક સામે લડત ચાલુ રાખી શકાય.”

 2020-04-012020-04-01યુકેમાં કોરોનાવાઇરસને કારણે વિશ્વનાં અન્ય દેશની માફક ભારે સંકટ ઉભું થયું છે અને અત્યાર સુધીમાં 22,400 કેસ નોંધાયા છે અને 1412 મૃત્યુ થયા છે. યુકેમાં ઘણાં લોકો માને છે તેમનો દેશ ઇટાલી જેવી હાલત થાય તેમાં થોડો જ પાછળ છે અને હૉસ્પિટલ્સ માટે દર્દીઓ સંભાળવા મુશ્કેલ થઇ શકે છે.

covid19 coronavirus jos buttler world cup 2019 new zealand england cricket news