વેસ્ટ ઇન્ડીઝ મહિલા ટીમના કોચ બન્યો કર્ટની વૉલ્શ

03 October, 2020 02:33 PM IST  |  Mumbai | Agencies

વેસ્ટ ઇન્ડીઝ મહિલા ટીમના કોચ બન્યો કર્ટની વૉલ્શ

વેસ્ટ ઇન્ડીઝ મહિલા ટીમના કોચ બન્યો કર્ટની વૉલ્શ

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે તેમની મહિલા ટીમના હેડ કોચ તરીકે લેજન્ડ પેસ બોલર કર્ટની વૉલ્શની નિયુક્તિ કરી છે. વૉલ્શ ૨૦૨૨ સુધી આ કાર્યભાર સંભાળશે. એ દરમ્યાન ટીમ વન-ડે વર્લ્ડ કપ અને ટી૨૦ વર્લ્ડ કપ માટે તૈયાર થશે. વેસ્ટ ઇન્ડીઝ વતી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકૉર્ડ વૉલ્શના નામે છે. ૫૭ વર્ષના વૉલ્શે તેમની કરીઅરમાં ૧૩૨ ટેસ્ટમાં ૫૧૯ વિકેટ લીધી હતી. વૉલ્શ બંગલા દેશ મેન્સ ટીમના અસિસ્ટન્ટ કોચ રહી ચૂક્યા છે અને વેસ્ટ ઇન્ડીઝ મહિલા ટીમ સાથે પણ થોડો સમય જોડાયેલા રહ્યા છે અને છેલ્લે ઑસ્ટ્રેલિયામાં રમાયેલી મહિલાઓના ટી૨૦ વર્લ્ડ કપ વખતે પણ તેઓ ટીમ સાથે હતા.

sports sports news cricket news