મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જાહેર, ઘરેલુ હિંસાનો આરોપ

02 September, 2019 06:43 PM IST  |  કોલકાતા

મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જાહેર, ઘરેલુ હિંસાનો આરોપ

મોહમ્મદ શમી

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જાહેર થયું છે. શમી વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ નોંધાયેલો છે. ઉલ્લેખનીય છે કે 2018માં મોહમ્મદ શમી પર તેમની પત્ની હસી જહાંએ મારપીટ કરવાનો, બળાત્કારનો અને હત્યાની કોશિશ કરવા સહિત ઘરેલુ હિંસા જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. હસીન જહાંએ શમી સામે કેસ પણ કર્યો છે.

શમીના ડિવોર્સનો કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસ શમી વિરુદ્ધ કોલકાતા કોર્ટમાં ચાલી રહ્યો ચે. કોર્ટે શમીને 15 દિવસમાં સરન્ડર કરવા કહ્યું છે. કોલકાતા કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે જો શમી 15 દિવસમાં કોર્ટમાં હાજર ન થાય તો તેમની ધરપકડ કરવામાં આવે.

ગત વર્ષે કોલકાતા પોલીસે હસીન જહાંની ફરિયાદ બાદ શમી પર IPCની સાત કલમ અંતર્ગત કેસ નોંધાવ્યો હતો. હસીન જહાંના આ ગંભીર આરોપો બાદ BCCIએ શમીનો વાર્ષિક કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. જો કે બાદમાં બોર્ડે શમીને ક્લીન ચિટ આપતા બી ગ્રેડમાં રાખ્યા હતા. બાદમાં શમીએ IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ICC વર્લ્ડ કપમાં હેટ્રિક લઈને આખી દુનિયામાં પોતાની બોલિંગની તાકાત બતાવી દીધી.

ગત વર્ષે મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ પોતાના પતિ ગંભીર આરોપ લગાવી તમામ લોકોને ચોંકાવી દીધા હતા. મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ પોતાના ફેસબુક પેજ પર શમી બેવફા હોવાનો આરોપ કરતી પોસ્ટ કરી હતી. હસીને વ્હોટ્સ એપના સ્ક્રીનશોટ પણ શૅર કર્યા હતા.

આ પણ વાંચોઃ પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

તેમનો દાવો હતો કે આ સ્ક્રીન શૉટ શમીના બીજી છોકરીઓ સાથેના ચેટના છે. હસીનના કહેવા પ્રમામે શમી બીજી છોકરીઓ સાથે ચેટ કરતા હતા, અને વિરોધ કરવા પર તેને મારતા હતા. ઘણા વર્ષોથી તે આ સહન કરતી આવી છે. બાદમાં BCCIએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હોલ્ડ કર્યો હતો.

mohammed shami team india sports news cricket news