ઘોડેસવારી કરતો જાડેજા

01 April, 2020 03:34 PM IST  |  Rajkot | Agencies

ઘોડેસવારી કરતો જાડેજા

રવીન્દ્ર જાડેજા

હાલના લૉકડાઉનના સમયમાં સૌકોઈ પ્લેયર પોતપોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે અને પોતાના મનગમતાં કામ કરતા જોવા મળી રહ્યા છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ પોતાની ફેવરિટ ઍક્ટિવિટી કરતો જોવા મળી રહ્યો છે. આ વિડિયો તેણે સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો. વાસ્તવમાં જાડેજા આ વિડિયોમાં હૉર્સ-રાઇડિંગ કરતો જોવા મળી રહ્યો અને એ પણ એકદમ આત્મવિશ્વાસ સાથે. સફેદ ઘોડાની સવારી કરતો વિડિયો અપલોડ કરીને જાડેજાએ એને પોતાની ‘ઑલ ટાઇમ ફેવરિટ’ ઍક્ટિવિટી કહી હતી. થોડા સમય અગાઉ પણ રવીન્દ્ર જાડેજાએ એક વિડિયો અપલોડ કર્યો હતો જેની સાથે તેણે લખ્યું હતું, ‘રનિંગ મારી તાકાત છે અને મારી બૉડીને રિપેર કરવાનો આ યોગ્ય સમય છે.’

કોરોનાને લીધે અનેક પ્લેયરો પોતાને ફિટ રાખવા વિવિધ પ્રયાસ કરી રહ્યા છે અને સરકારને પોતાનાથી બનતી નાણાકીય મદદ પણ કરી રહ્યા છે.

ravindra jadeja cricket news sports news covid19 coronavirus