સાઉથ આફ્રિકન ક્રિકેટર સોલો નકવેનોની કોરોના-રિપોર્ટ પૉઝિટિવ

09 May, 2020 03:21 PM IST  |  Mumbai Desk | Agencies

સાઉથ આફ્રિકન ક્રિકેટર સોલો નકવેનોની કોરોના-રિપોર્ટ પૉઝિટિવ

સોલો નકવેનો

સાઉથ આફ્રિકન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટીમના પ્લેયર સોલો નકવેનીનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ટ્વિટર પર આ વિશે માહિતી આપતાં સોલોએ કહ્યું કે ‘ગયા વર્ષે મને જીબીએસ (ગુલિયન બેર સિન્ડ્રૉમ) થયું હતું અને એનાથી હું ૧૦ મહિના લડ્યો હતો અને હજી તો હું એની અડધી લડાઈ જીત્યો છું. મને ટીબી થયો, મારાં કિડની અને લિવર ખરાબ થઈ ગયાં અને હવે હું કોરોના પૉઝિટિવ થયો છું. ખરેખર મને સમજ નથી પડતી કે આ બધું મારી સાથે જ કેમ થાય છે?’
જીબીએસને કારણે ગયા વર્ષે સોલોને સ્કોટલૅન્ડની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની રિકવરી માટે સાઉથ આફ્રિકન ક્રિકેટરોએ નાણાકીય સહાય પણ કરી હતી.

કોરોના સામેની લડાઈમાં ફિઝિકલ લિટરસી ખૂબ જ મહત્ત્વની છે : ગોપીચંદ

બૅડ્મિન્ટન કોચ પુલેલા ગોપીચંદે તાજેતરમાં કોરોના વાઇરસના સમયમાં ફિઝિકલ લિટરસીનું મહત્ત્વ જણાવ્યું છે. માર્ગારેટ વાઇટહેડ સાથે મળીને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ફિઝિકલ લિટરસીનું કેટલું મહત્ત્વ છે એ વિશે ગોપીચંદે વાત કરી હતી. ઈએલએમએસ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન તરફથી એક વેબિનાર યોજવામાં આવ્યો હતો જેમાં હાજરી આપતાં ગોપીચંદે કહ્યું કે ‘આપણા જીવનમાં ફિઝિકલ લિટરસી ઘણી મહત્ત્વની છે. એ આપણા માટે કેન્દ્રસ્થાને હોવી જોઈએ. કોવિડ-19ની આ પરિસ્થિતિમાં હેલ્થ અને ફિટનેસ ઘણી જરૂરી છે.’

sports sports news cricket news coronavirus covid19