‍ન્યુ ઝીલૅન્ડને ડબલ ઝટકો

17 December, 2020 02:16 PM IST  |  Wellington | Gujarati Mid-day Correspondent

‍ન્યુ ઝીલૅન્ડને ડબલ ઝટકો

કૉલિન ડી ગ્રૅન્ડહોમ

ન્યુ ઝીલૅન્ડને તેની આ સમર સીઝનની શરૂઆતમાં જ એક મોટો ઝટકો લાગ્યો છે. પેસબોલર લૉકી ફર્ગ્યુસન લાંબા સમય માટે ટીમમાંથી બહાર થઈ ગયો છે. ફ્રૅક્ચરને કારણે ફર્ગ્યુસન ૪થી ૬ અઠવાડિયાં માટે મેદાનમાં નહીં ઊતરી શકે. વેસ્ટ ઇન્ડીઝ સામે ટી૨૦ સિરીઝ બાદ કરાવેલી તપાસમાં જણાયું હતું કે તેની પીઠની ડાબી બાજુ ફ્રૅક્ચર છે. કિવી ટીમને બીજા ઝટકામાં  ઑલરાઉન્ડા કૉલિન ડી ગ્રૅન્ડહોમ પગની ઇન્જરીને લીધે પાકિસ્તાન સામે ૨૬ ડિસેમ્બરથી શરૂ થતી ટેસ્ટ-સિરીઝની પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો.

sports sports news cricket news new zealand west indies