મેચ ફિક્સીંગ કેસમાં વધુ બે સ્થાનિક ક્રિકેટરોની થઇ ધરપકડ

07 November, 2019 07:15 PM IST  |  Mumbai

મેચ ફિક્સીંગ કેસમાં વધુ બે સ્થાનિક ક્રિકેટરોની થઇ ધરપકડ

સીએમ ગૌતમ અને અબરાર કાઝી (PC : ESPNCRICINFO)

કર્ણાટક પ્રીમિયર લીગ (KPL) મેચ ફિક્સિંગ કેસમાં ક્રાઈમ બ્રાંચે આજે બે ઘરેલુ ખેલાડીની ધરપકડ કરી હતી. તેમાં બેલ્લારી ટસ્કર્સ ટીમના સીએમ ગૌતમ અને વિકેટકીપર અબરાર કાજીનો સમાવેશ થાય છે. ફિક્સિંગને લગતા કેસોમાં અત્યાર સુધીમાં KPL ના છ ખેલાડીની ધરપકડ કરવામાં આવી છે.

બંન્ને ક્રિકેટરો આગામી રણજી સિઝનમાં સામેલ હતા
આગામી રમાનાર રણજી સિઝન માટે ગૌતમ ગોવા અને અબરાર મિઝોરમ ટીમમાં સામેલ હતા. કર્ણાટક અને ગોવા માટે રણજી ઉપરાંત ગૌતમ રોયલ ચેલેન્જર બેંગ્લુરુ, મુંબઈ ઈન્ડિયન્સ તથા દિલ્હી ડેયરડેવિલ્સ માટે IPL રમી ચુક્યો છે.


વધુ એક મેચ ફિક્સ કરી રાખી હતી
એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ (ACP) સંદીપ પાટીલે કહ્યું હતું કે KPL 2019 ની ફાઈનલમાં ધીમી બોલિંગ અને અન્ય શરતોને લીધે બન્ને ખેલાડીને 20 લાખ રૂપિયા મળતા હતા. તેમણે બેંગ્લુરુ સામે વધુ એક મેચ ફિક્સ કરી રાખી હતી.

આ પણ જુઓ : જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

સૌથી પહેલા સપ્ટેમ્બરમાં થઈ હતી ધરપકડ
સૌ પહેલી મેચ ફિક્સિંગનો કેસ સપ્ટેમ્બરમાં સામે આવ્યો હતો, જ્યારે બેલગામી ટીમના માલીક અલી અશફાક થારાની ધરપકડ થઈ હતી. ત્યારબાદ 26મી ઓક્ટોબરના રોજ બેંગ્લુરુ બ્લાસ્ટર્સના બોલિંગ કોચ વીનુ પ્રસાદ અને એક બેટ્સમેન વિશ્વનાથનની ધરપકડ કરી હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે ગત સપ્તાહ બેંગ્લુરુ ટીમના ખેલાડી નિશાંત સિંહ શેખાવતની ધરપકડ કરી હતી.

cricket news karnataka