મેં રિટાયરમેન્ટની જાહેરાત કરી જ નથી : ક્રિસ ગેઇલ

16 August, 2019 08:51 AM IST  |  પોર્ટ ઑફ સ્પેન

મેં રિટાયરમેન્ટની જાહેરાત કરી જ નથી : ક્રિસ ગેઇલ

મેં રિટાયરમેન્ટની જાહેરાત કરી જ નથી : ક્રિસ ગેઇલ

ભારત સામે ત્રીજી વન-ડેમાં ૪૧ બૉલમાં ૭૨ રન ફટકારનાર ક્રિસ ગેઇલે સંકેત આપ્યા છે કે તે હજી રિટાયર થયો નથી. ત્રીજી વન-ડે ભારત ડકવર્થ-લુઇસ-સ્ટર્ન મેથડથી ૬ વિકેટે જીત્યું હતું જેમાં ગેઇલ સ્પેશ્યલ ‘૩૦૧’ નંબરની જર્સી પહેરીને રમ્યો હતો.
જમૈકાનો ગેઇલ ત્રીજી વન-ડેમાં ૧૨મી ઓવરમાં આઉટ થયો ત્યારે ભારતના પ્લેયરોએ તેને વિદાયમાન આપ્યું હતું. તેણે બૅટ હવામાં ઉપાડીને અને હેલ્મેટ કાઢીને ફૅન્સનું અભિવાદન ઝીલ્યું ત્યારે એવું લાગ્યું હતું કે તેની આ છેલ્લી વન-ડે મૅચ હશે.

આ પણ જુઓઃ RakshaBandhan 2019: આપણા સિતારાઓએ આવી રીતે ઉજવ્યું આ પવિત્ર પર્વ

મૅચ પછી ગેઇલે એક વિડિયોમાં કહ્યું કે ‘મેં રિટાયરમેન્ટની જાહેરાત કરી જ નથી, હું હજી રમતો રહીશ.’ ૩૦૧ વન-ડે રમનાર ગેઇલે વર્લ્ડ કપમાં કહ્યું હતું કે ભારત સામેની સિરીઝ મારા કરીઅરની છેલ્લી વન-ડે સિરીઝ હશે અને એ છેલ્લી ટેસ્ટ હોમ-ગ્રાઉન્ડ પર રમવા માગે છે. જેસન હોલ્ડરે પોસ્ટ મૅચ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે ‘મારા નૉલેજ પ્રમાણે ગેઇલ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયર થયો નથી. તે બુધવારે તેની કરીઅરનું એક્ઝામ્પલ સેટ કરતી ઇનિંગ રમ્યો હતો. તેની શાનદાર ઇનિંગને કારણે ટીમને ગજબનું સ્ટાર્ટ મળ્યું હતું. તેણે તેની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો અને તેની પાસે આ જ આશા રાખવામાં આવી હતી.’

ગેઇલ આઇકન છે, પણ તેની બેસ્ટ ક્વૉલિટી ફન-લવિંગ અને ફ્રેન્ડ્લી નેચર છે : કોહલી

ભારતના કૅપ્ટન વિરાટ કોહલીએ ક્રિસ ગેઇલનાં ભારોભાર વખાણ કરતાં કહ્યું કે તેની અટૅકિંગ બૅટિંગ સિવાય ગેઇલ ફન લવિંગ અને ફ્રેન્ડ્લી નેચર ધરાવે છે. કોહલીએ ૩૯ વર્ષના ગેઇલને આઇકન સાથે ‘હીરો’ કહ્યો હતો. કોહલી અને ગેઇલ આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી એક જ ટીમમાં રમે છે. વરસાદના અવરોધવાળી ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝે ૩૫ ઓવરમાં ૭ વિકેટે ૨૪૦ રન બનાવ્યા હતા, જ્યારે ભારતે ૩૨.૩ ઓવરમાં ૪ વિકેટે ૨૫૬ રન બનાવીને સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી. કૅપ્ટન કોહલીએ ૧૧૪ અને શ્રેયસ અય્યરે ૬૫ રન બનાવ્યા હતા.
કોહલીએ સિરીઝની જીત પછી મીડિયાને કહ્યું કે ‘ગેઇલને શાનદાર કરીઅર બદલ અભિનંદન. તે વેસ્ટ ઇન્ડીઝ વતી ઘણી લાજવાબ ઇનિંગ રમ્યો છે. તેની સૌથી સારી ક્વૉલિટી એ છે કે તે ખૂબ સારો માણસ છે. બધા તેની ક્રિકેટ વિશે જાણે છે, પણ તે યંગસ્ટરોને ખૂબ મદદ કરે છે, તેનો નેચર ફન-લવિંગ છે, પ્રેશર સિચુએશનમાં હસતો જોવા મળે છે. હું નસીબદાર છું કે મેં ગેઇલ સાથે એક ફ્રેન્ડ તરીકે ઘણો સમય સ્પેન્ડ કર્યો છે અને તેને એક માણસ તરીકે જાણ્યો છે. તે માણસ તરીકે હીરો છે. મને તેના પર ગર્વ છે.’
ગેઇલે ત્રીજી વન-ડેમાં ૪૧ બૉલમાં ૮ ફોર અને પાંચ સિક્સરની મદદથી ૭૨ રન ઝૂડીને પોતાની ટીમને અટૅકિંગ સ્ટાર્ટ આપ્યું હતું, પણ ગેઈલના આઉટ થયા પછી રમત ધીમી થઈ ગઈ હતી અને રનરેટ પણ ઘટી ગઈ હતી.

chris gayle sports news