SPL 2019:ઝાલાવાડ રોયલ્સ તરફથી રમશે ચેતેશ્વર પૂજારા

09 May, 2019 12:58 PM IST  |  રાજકોટ

SPL 2019:ઝાલાવાડ રોયલ્સ તરફથી રમશે ચેતેશ્વર પૂજારા

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને નવી ધ વૉલ તરીકે જાણીતા ચેતેશ્વર પૂજારાએ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ રમવાની જાહેરાત કરી છે. પૂજારાએ બુધવારે સૌરાષ્ટ્ર ગવર્નિંગ કાઉન્સિલને પોત ટી20 લીગ માટે અવેલબલ હોવાની જાણ કરી હતી. નિરંજન શાહે ચેતેશ્વર પૂજારાના આ નિર્ણયને આવકાર્યો છે. ચેતેશ્વર પૂજારા સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં ઝાલાવાડ રોયલ્સ તરફથી રમતા દેખાશે.

ઉલ્લેખનીય છે કે ખેલાડીઓ માટેનો ડ્રો 4 મેના રોજ યોજાવાનો હતો. પરંતુ SPLની ગવર્નિંગ કાઉન્સિલે પૂજારાની હાજરીમાં ડ્રો કરવાનું નક્કી કર્યું હતું. પરિણામે શુક્રવારે 9 મેના રોજ પૂજારા અને પાંચેય ટીમનો ઓફિશિયલ્સ તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ નિરંજન શાહની હાજરીમાં ખેલાડીઓના ડ્રો યોજાયા હતા.

આ ડ્રો દરમિયાન નિરંજન શાહે પોતાની સ્પીચમાં ચેતેશ્વ પૂજારાના લીગમાં રમવાના નિર્ણયને આવકાર્યો હતો. શાહે કહ્યું કે પૂજારાની હાજરીથી આ લીગ વધુ રોમાંચક બનશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં કુલ પાંચ ટીમો ભાગ લેવાની છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં રમાશે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ 2019ની પહેલી સિઝન

ઝાલાવાડ રોયલ્સની સાથે સાથે ગોહિલવાડ ગ્લેડિયેટર્સ, સોરઠ લાયન્સ, હાલાર હીરોઝ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં રમતી જોવા મળશે. સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની પહેલી સીઝન 14 મેથી 22 મે સુધીમાં રમાશે. સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગમાં 5 ટીમો ભાગ લેશે. આ પાંચ ટીમો 10 મેચ રમશે અને ત્યાર બાદ સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. 9 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનને મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો જોડાય તેવી આશા છે.

cheteshwar pujara saurashtra gujarat news cricket news sports news