આ ગુજરાતી બેટ્સમેને વોર્મઅપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ફટકારી સેન્ચુરી

18 August, 2019 04:49 PM IST  | 

આ ગુજરાતી બેટ્સમેને વોર્મઅપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ફટકારી સેન્ચુરી

ભારતીય ટીમના સ્ટાર પ્લેયર ચેતેશ્વર પૂજારા ફરી એકવાર ટીમ માટે સંકટમોચક બનીને મેદાન પર ઉતર્યો છે. એન્ટિગાના કોલેજ મેદાન પર ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ-A સામે પ્રેકટિસ રમી રહી છે. ત્રણ દિવસની અભ્યાસ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી પરંતુ પુજારાની સેન્ચુરી અને રોહિત શર્માની દમદાર ઈનિંગના કારણે ભારતીય ટીમ સન્માનજનક સ્થિતિએ પહોંચી છે. રોહિત શર્મા અને પુજારાએ મહત્વની ઈનિંગ રમી છે.

એક સમયે ભારતીય ટીમે માત્ર 53 રનના સામાન્ય સ્કોર પર 3 વિકેટ ગુમાવી હતી જ્યારે પહેલા દિવસના અંત સુધીમાં ભારતીય ટીમ 5 વિકેટના નુકસાને 297 રન બનાવી લીધા હતા. દિવસના અંતે હનુમા વિહારી 37 રન અને રવિન્દ્ર જાડેજા 1 રને પીચ પર રમી રહ્યાં છે. અભ્યાસ મેચમાં ટીમમાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ભારતની શરુઆત ખરાબ રહી અને મયંક અગ્રવાલના રૂપે પહેલી વિકેટ ગુમાવી હતી ત્યારબાદ લોકેશ રાહુલ અને રહાણે પણ પેવેલિયન પરત ફર્યા હતા. 53 રને 3 વિકેટ ગુમાવતા રોહિત શર્મા અને પુજારાએ ઈનિંગ સંભાળી હતી.

આ પણ વાંચો: આર્મી યુનિફોર્મમાં ધોની લેહના બાળકો સાથે રમ્યા ક્રિકેટ

રોહિત શર્મા અને પુજારાએ 132 રનની પાર્ટનરશિપ કરી હતી. રોહિત શર્માએ 115 બોલમાં 8 ચોગ્ગા અને 1 સિક્સરની મદદથી 68 રન બનાવ્યા હતા જ્યારે પુજારાએ 187 બોલમાં 8 ફોર અને 1 સિક્સરની મદદથી 100 રન બનાવ્યા હતાં. પુજારા સેન્ચુરી બનાવ્યા પછી રિટાયર થઈ ગયા હતા. છેલ્લી વન-ડેમાં અંગૂઠામાં ઈજાના કારણે વિરાટ કોહલી બેટિંગ કરવા મેદાન પર ઉતર્યો નહી. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે 22 ઓગસ્ટથી પહેલી ટેસ્ટ રમશે.

cheteshwar pujara rohit sharma gujarati mid-day