આવતા જન્મમાં પણ ટેસ્ટ જ રમીશ : પુજારા

14 February, 2019 03:03 PM IST  | 

આવતા જન્મમાં પણ ટેસ્ટ જ રમીશ : પુજારા

સિડની ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ બોર્ડ પર સાઈન કરતા પૂજારા

ટેસ્ટ-ફૉર્મેટને ક્રિકેટરો માટે સૌથી મહત્વનો પડકાર ગણાવતાં ચેતેશ્વર પુજારાએ કહ્યું હતું કે ‘જો મને તક મળશે તો આવતા જન્મમાં પણ ટેસ્ટ જ રમવા માગીશ. ટી૨૦ ફૉર્મેટમાં તમારે ઘણી બધી વસ્તુઓ તરફ દુર્લક્ષ્ય રાખવું પડે છે, પરંતુ ટેસ્ટમાં તમારી આકરી કસોટી થાય છે.’

પુજારાએ પહેલી ટેસ્ટમાં ફટકારેલા ૧૨૩ રનના કારણે જ ટીમે વિજય મેળવ્યો હતો. વળી ઍડીલેડમાં ફટકારેલી આ સદીને તે પોતાની મહત્વ સદી પૈકી એક ગણે છે. મેલબર્નમાં પણ તેણે ૩૧૯ બૉલમાં ૧૦૬ રન કરી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તો ચોથી અને સિરીઝની છેલ્લી ટેસ્ટમાં તેણે ૩૭૩ બૉલમાં ૧૯૩ રન બનાવ્યા છે.

આ પણ વાંચોઃ સારા પર્ફોર્મન્સને કારણે પૂજારાનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ થઈ શકે છે અપગ્રેડ

પુજારાએ કહ્યું હતું કે ‘મારી તાકાત મારી ડિફેન્સ છે. જો કોઈ બોલર ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બૉલ નાખે અને જો હું એ બૉલને ડિફેન્ડ કરું તો તેને ખબર ન પડે કે હવે શું કરવું. આમ આ લડાઈમાં હું જીતું છું. રાંચી ટેસ્ટમાં એક ઇનિંગ્સમાં હું ૫૦૦ બૉલ રમ્યો હતો જે મારી સૌથી લાંબી ઇનિંગ્સ છે.’

cricket news sports news cheteshwar pujara test cricket border-gavaskar trophy team india australia